વિસાવદર તાલુકામા ગાજવીજ સાથે કમોસમી વરસાદ.
વિસાવદર તાલુકામા ગાજવીજ સાથે કમોસમી વરસાદ.
વિસાવદર
વિસાવદર તાલુકા તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરના 3 :30 વાગે અચાનક વાતાવરણ બદલી ગયું હતું. એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની જડી પડી હતી. સાથે પાવનના સુસવાટા અને વાવાજોડા જેવા વાતાવરણ સાથે વરસાદ પડ્યો હતો.
આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે. હાલ ખેતરોમાં પાકને નુકશાન થવાની ભીતિ ઉભી થઇ છે.આ સાથે વિસાવદર તેમજ ગ્રામ્ય વિસ્તાર જેવા કે દુધાળા, સતાધાર, પ્રેમપરા, વગેરે વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ ગયો છે. આ કમોસમી વરસાદને કારણે દરેક આમ પ્રજાને પણ નુકશાનકારક બન્યો છે. લોકોમાં ચિંતાનું મોજું ફરીવળ્યું છે.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.