ધોળા જં.રેલવે પોલીસના લાલુભાઇ ખસીયાએ બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા સાથે નેશનલ ટુર્નામેન્ટમાં પસંદગી
ઉમરાળાના ધોળા જંક્શન રેલવે પોલીસના કોન્સ્ટેબલ લાલુભાઇ ખસીયા એ ભાવનગરના સીદસર સ્પોર્ટસ કોમ્લેક્સ ખાતે યોજાયેલ "7 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથલેટિક્સ" 2025માં વેસ્ટર્ન રેલવે ના ધોળા જંક્શન ખાતે રેલવે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલુભાઇ ખસીયા ને 5 km walk તેમજ 100 મીટર હર્ડલસ માં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી આગામી ફેબ્રુઆરી માસના સમયમાં નેશનલ ખાતે રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે લાલુભાઇ ખસીયા હાલ ધોળા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ રેલવે પોલીસ સ્ટાફ સહિતના દ્વારા શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.