ટુર સંચાલકે મહિલાને ફોનમાં બીભત્સ માંગણી કરી મારી નાખવાની ધમકી આપી
કોઠારીયા મેઈન રોડ પર રહેતી મહિલાને આરીફ નારેજા નામનો શખ્સ છેલ્લા એક માસથી ફોન કરી બીભત્સ માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આજીડેમ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે કોઠારીયા મેઈન રોડ પર હાઉસીંગના ક્વાર્ટરમાં રહેતાં ભાવનાબેન મહેશભાઈ ભટવારાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આરીફ ઇબ્રાહિમ નારેજાનું નામ આપ્યું હતું. વધુમાં જણાવ્યું કે, તેઓ શાપરમાં આવેલ સ્ટીલ નામના કારખાનામાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પાંચેક વર્ષ પહેલાં તેઓ પરિવાર સાથે ધોરાજી ખાતે રહેતી અને રસોઈ બનાવવાનું કામ કરતી હતી. ત્યાં આરિફ નારેજા સાથે તેણીને પરિચય થયેલ અને આરીફ ટુરની બસ ચલાવતો હતો. તેની સાથે રસોયાની જરૂર પડતી હોય જેથી તેઓ બસમાં રસોઈ કામ અર્થે જતી હતી ત્યારે પરિચય થયો હતો.
એકાદ મહિના પહેલા તેણીના મોબાઈલ પર આરિફનો ફોન આવેલ અને પ્રથમ ઔપચારિક વાતો કરેલ અને બાદમાં અભદ્ર માંગણી કરેલ અને બાદમાં અનેક વખત ફોન કરી બિભત્સ માંગણીઓ કરેલ હતી. તેમજ તેની સાથે કોઈ સંબંધ ન રાખવા હોય તેવું કહેતા તેણે અવાર નવાર ફોન કરી ગાળો આપેલ અને જો હું તેની સાથે સંબંધ નહીં રાખું તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે 506(2),354(ક),504 કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.