આરટીઓ કચેરીમાં બાઈ બાઈ ચારણીની જેમ ધક્કા ખાઈ થાકેલા અરજદારની જીલ્લા કલેકટરને રાવ. - At This Time

આરટીઓ કચેરીમાં બાઈ બાઈ ચારણીની જેમ ધક્કા ખાઈ થાકેલા અરજદારની જીલ્લા કલેકટરને રાવ.


આરટીઓ કચેરીમાં બાઈ બાઈ ચારણીની જેમ ધક્કા ખાઈ થાકેલા અરજદારની જીલ્લા કલેકટરને રાવ.

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે વાહન વ્યવહાર નાયબ નિયામકની કચેરી આવેલી છે અહીં રોજબરોજના વાહનો અંગેના કામો અંગે અરજદારોનો ઘસારો રહે છે વારંવાર અખબારી માધ્યમોમાં આરટીઓ કચેરીમાં અરજદારોને ધરમ ધક્કા અને વચેટીયા વગર કામ નહીં થતા હોવાના સમાચારો ચમકતા રહે છે

આર ટી ઓ કચેરીમાં વારંવાર ધક્કા ખાઈને થાકેલા મોડાસાના એક અરજદારે અરવલ્લી કલેકટરના જાહેરનામાનો છડે ચોક ભંગ થતો હોઈ આર ટી ઓ કચેરીમાં નિયમો વિરુદ્ધ કામગીરી થતી હોવાના આક્ષેપ સાથે અરવલ્લી જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે ફરિયાદમાં અરજદારે વધુમાં જણાવ્યા મુજબ આજે પણ આરટીઓ કચેરીમાં એજન્ટ રાજ હોવાનો આક્ષેપ કરી ઓપરેટરો અને આલા અધિકારીઓની સાંઠ ગાંઠથી કામો નહીં ઉકેલાતાં આમ પ્રજાને ધક્કા ખાવા પડતા હોવાનો આક્ષેપ કર્યો છે
ત્યારે હવે જોવું રહ્યું કે આરટીઓ કચેરી વારંવાર નિયમોની અમલવારી ના થતી હોય ચર્ચામાં રહે છે તો તંત્ર નિયમોની અમલવારી કરાવશે કે કેમ તે સળગતો પ્રશ્ન છે. ???
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon