બોરસદના અલારસા ગામ ખાતે રૂ.1 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક કન્યા શાળાના નવીન મકાનનું ખાતમુહુર્ત કરાયું
બોરસદના અલારસા ગામ ખાતે રૂ.1 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક કન્યા શાળાના નવીન મકાનનું ખાતમુહુર્ત કરાયું
બોરસદ તાલુકાના અલારસા ગામ ખાતે પ્રાથમિક કન્યા શાળાના નવીન મકાન બનાવવા માટે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓના નવીન મકાનો તથા ખૂટતા ઓરડા બનાવવાની કામગીરી હાલ ચાલુ છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના ભૂલકાઓને શ્રેષ્ઠ સુવિધા સહિતની શાળાઓ આપી છોકરાઓ અને છોકરીઓ પોતાના ગામ ખાતે જ ધોરણ આઠ સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તે માટે મધ્યાહન ભોજન યોજના સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.કન્યાશિક્ષણ થકીજ વ્યક્તિ અને સમાજ બન્નેનો વિકાસ શક્ય છે.પ્રાથમિક કન્યાશાળાનું નવીન સુવિધા-યુક્ત મકાન બનવાથી ગામ અને તેના આજુબાજુના વિસ્તારમાંથી આવતી 345 જેટલી કન્યાઓને ઘર આંગણે જ શ્રેષ્ઠ શિક્ષણ મળી રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.