મોરબી રોડ પર રૂપીયાની ઉઘરાણી મામલે કચ્છી યુવક પર છરીથી હુમલો - At This Time

મોરબી રોડ પર રૂપીયાની ઉઘરાણી મામલે કચ્છી યુવક પર છરીથી હુમલો


મોરબી રોડ પર જકાતનાકા પાસે રૂપીયાની ઉઘરાણી મામલે કચ્છી યુવક હિરેન પર તેના મીત્ર જીજ્ઞેશ બોરીસા અને અર્જુન નામના શખ્સે છરીથી હુમલો કરતા ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો.બનાવની વિગત અનુસાર, રણછોડનગરમાં ખોડીયાર ડેરી પાસે રહેતા હિરેનભાઇ હરેશભાઇ (ઉ.23) ગતરોજ મોરબી રોડ પર જકાત નાકા પાસે પૈસાની ઉઘરાણી મામલે તેના મીત્ર જીજ્ઞેશ અને અર્જુન છરી ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં સીવીલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા હું આઇ.ડી.એફ.સી. બેંકમાં નોકરી કરતો જયા મારી સાથે નોકરી કરતા જીજ્ઞેશે મારી પાસેથી રૂ.5500 ઉછીના લીધા હતા. જે બાદ મે નોકરી છોડી દીધી હતી અને આઠ માસ થયા છતા તેને રૂપીયા પરત ન આપતા ફોન કરીને રૂપીયા માંગતા હુમલો થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.