બાલાસિનોર ડે.ડીડીઓના ચેકિંગમાં ટીડીઓ ગેરહાજર મળ્યા

બાલાસિનોર ડે.ડીડીઓના ચેકિંગમાં ટીડીઓ ગેરહાજર મળ્યા


• મહીસાગરના બાલાશિનોરમાં સરપ્રાઇઝ વિઝિટ

. પતિ બીમાર હોવાથી ઘરે ગઇ હતી- ટીડીઓ

બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી નિધિરાજ પટેલ સામે છેલ્લા કેટલાક સમયથી અનિયમિતતાની અનેક ફરિયાદો ઉઠી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી, આ.તાલુકા વિકાસ અધિકારી સહિત સ્ટાફ બપોર પછી તાલુકા પંચાયતમાં ન મળતા હોવાથી અરજદારો સહિત વહીવટી કામો કરાવવા તલાટી અને સરપંચઓને એક કામ માટે વારંવાર ધક્કા ખાવાની ફરજ પડી હતી.
ત્યારે અધિકારી માત્ર ઘડિયાળના કાંટા સામે જોઈ 4 વાગતાની સાથે કચેરી છોડી દેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેના પગલે મહીસાગર જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.ડી ભગોરાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા તાલુકા વિકાસ અધિકારી ગેરહાજર મળ્યા હતા.

જ્યારે અન્ય અધિકારીઓ ન મળતા નાયબ વિકાસ અધિકારીએ તાલુકા પંચાયત કચેરી ખાતે નોંધ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.ડી ભગોરાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારી નિધિરાજ પટેલ ગેરહાજર હતા. જેમનો ટેલિફોન સંપર્ક કરતા તેઓએ પતિની તબિયત ખરાબ હોવાથી ઘરે ગયા હોવાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »