*જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૨૦,૧૨૭વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી* ***********

*જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૨૦,૧૨૭વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી* ***********


*જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૨૦,૧૨૭વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
************
*ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૩૩૩૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
***************
સાબરકાંઠા જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પ્રથમ દિવસે શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦માં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા દ્રારા હિંમતનગરની હિંમત હાઇસ્કૂલ ખાતે વિધ્યાર્થીઓને સાકર અને પેન આપીને શુભેચ્છઓ પાઠવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં પરીક્ષાના પ્રથમ દિવસે એસ.એસ.સીના ૩૬ કેન્દ્રો પરથી ૨૦૧૨૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી.. જ્યારે ધોરણ ૧૨ના ૫૧૧૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી.

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા- ૨૦૨૩નો પ્રારંભ તા.૧૪ માર્ચ ૨૦૨૩ના રોજ થયો છે.
બોર્ડની પરીક્ષાના પ્રમથ દિવસે ધોરણ ૧૦માં હિંમતનગર ઝોનમાં ગુજરાતી પ્રથમ ભાષા (૦૧)નવું વિષયમાં ૯૫૬૬ વિધ્યાર્થીઓ પૈકી ૯૨૯૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૨૭૪ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં કુલ ૬૭ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અંગ્રેજી પ્રથમ ભાષા (૦૪) નવું વિષયમાં ૮૬૩ વિધ્યાર્થીઓ પૈકી ૮૫૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૨ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ઇડર ઝોનમાં ગુજરાતી પ્રથમ ભાષા (૦૧)નવું વિષયમાં ૯૯૯૫ વિધ્યાર્થીઓ પૈકી ૯૬૮૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૩૦૬ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. અંગ્રેજી પ્રથમ ભાષા (૦૪) નવું વિષયમાં ૨૮૬ વિધ્યાર્થીઓ પૈકી ૨૮૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૬ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.સાહિત્યમ (૫૦૨) વિષયમાં ૧૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ મળી કુલ ૨૦૧૨૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ-૧૨માં હિંમતનગર ઝોનમાં વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષય(૦૫૪)માં કુલ ૩૩૭૮ વિધ્યાર્થીઓ પૈકી ૩૩૩૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૩૯ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં ૨૯૨૫ અને અંગ્રેજી માધ્યમમાં ૪૧૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.૧૨ સામાન્ય પ્રવાહના નામાના મૂળ તત્વો (૧૫૪) વિષયમાં ૧૭૭૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૯ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.જેમાં ગુજરાતી માધ્યમમાં ૧૪૯૪ વિધ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમમાં ૨૭૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સહકાર પંચાયત(૧૧૧) વિષયમાં ગુજરાતી માધ્યમમાં ૪૯ વિધ્યાર્થીઓ પૈકી ૪૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં એક વિધ્યાર્થી ગેર હાજર રહેલ હતું. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »