ગૌસેવા ગતિવિધિ કર્ણાટક ઉત્તર પ્રાંત અને સ્વાવલંબી ભારત અભિયાન બિદર દ્વારા ડોકટરોની મીટીંગનું આયોજન સુનિલ માનસિંહકા દ્વારા પંચગવ્ય વિષય પર સેમિનાર લેવાશે.
ગૌસેવા ગતિવિધિ કર્ણાટક ઉત્તર પ્રાંત અને સ્વાવલંબી ભારત અભિયાન બિદર દ્વારા ડોકટરોની મીટીંગનું આયોજન
સુનિલ માનસિંહકા દ્વારા પંચગવ્ય વિષય પર સેમિનાર લેવાશે.
ગૌસેવા ગતિવિધિ કર્ણાટક ઉત્તર પ્રાંત અને સ્વાવલંબી ભારત અભિયાન બિદર દ્વારા ડોકટરોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં એનિમલ વેલફેર બોર્ડની રાષ્ટ્રીય પંચગવ્ય સંચાલન સમિતિ સભ્ય, ગાયનું છાણ અને ઉપયોગ સમિતિ, નીતિ આયોગનાં સભ્ય રાષ્ટ્રીય પશુ આયોગ, રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં ભૂતપૂર્વ સભ્ય સુનિલ માનસિંહકા દ્વારા પંચગવ્ય વિષય પર સેમિનાર લેવામાં આવશે.
પંચગવ્યનું નિર્માણ ગાયનાં દૂધ, દહીં, ઘી, ગૌ મૂત્ર અને છાણનાં પ્રમાણસરના સંયોજન વડે કરવામાં આવે છે. પંચગવ્ય દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોને દૂર કરી શકાય છે. દેશીગાયોનો ઉપયોગ પંચગવ્યનાં નિર્માણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ગાયોમાંથી મેળવેલા દ્રવ્યોમાં માનવજાત માટે જરૂરી બધાં જ તત્ત્વ પ્રાપ્ત થાય છે. એલોપથિક, હોમિયોપેથીક અને આયુર્વેદની જેમ જ પંચગવ્ય પણ એક શરીર સ્વસ્થ રાખવા તથા રોગોના ઈલાજ કરવાની એક પદ્ધતિ છે. પંચગવ્ય તથા અન્ય ગૌજન્ય વસ્તુઓનો ઉપયોગ આયુર્વેદમાં ઘણા રોગો જેવા કે પાચન સંબંધી રોગ, અસ્થિરોગ, ચર્મ-રોગ, મધુપ્રમેહ, અમ્લપિત્ત, શ્વેત કૃષ્ઠ, મૂત્રપિંડ સંબંધિત રોગો, શ્વાસ રોગ ઇત્યાદિને મટાડવામાં થાય છે.
આ સેમીનાર 19 ડિસેમ્બર, મંગળવારે સવારે 10 કલાકે એન.કે. જબશેટ્ટી આયુર્વેદિક મેડિકલ કોલેજ સભાંગાના ગુંપા, બિદર-585403, કર્ણાટક ખાતે રાખવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી માટે સી.બી.રેડ્ડી (મો. 9449829468), શ્રીકાંત મોદી (મો. 9606561475), સચ્ચિદાનંદ ચિદ્રે (મો. 8762164645) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.