ધંધુકા કોલેજમાં CWDC અંતર્ગત મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો.
ધંધુકા કોલેજમાં CWDC અંતર્ગત મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો.
ધંધુકાની કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકા ખાતે CWDC ના નેજા હેઠળ મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધંધુકા ASP વાગીસા જોશી સાહેબ તથા ધંધુકા પીઆઇ રમેશભાઈ ગોજીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ASP વાગીશા જોશી સાહેબ દ્વારા પોઝિટિવ થીંકીંગ,ટાઈમ મેનેજમેન્ટ, તેમજ સ્કીલ ડેવલપમેન્ટ અને GPSC,UPSC ની પરીક્ષાલક્ષી તૈયારી માટેના પોતાના વિચારો રજૂ કરી વિદ્યાર્થીનીઓને મોટીવેટ કર્યા હતા. આ સાથે સાથે ધંધુકા PI શ્રી રમેશભાઈ ગોજીયા પડકારોનો કેવી રીતે સામનો કરવો અને યુવાધનને બંધારણીય અધિકારો અને કાયદાકીય માહિતી આપી વિદ્યાર્થીનીઓને જાગૃત કરી હતી.સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ. બી.ઝેડ પટેલ સાહેબ તથા CWDC ના કન્વીનર ડૉ.પાયલ પટેલ તથા સહ કન્વીનર ડૉ. સવિતા વળવીના સહયોગથી મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.સવિતા વળવીએ અને આભાર વિધિ ડૉ.પાયલ પટેલે કરી હતી . સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના સિનિયર અધ્યાપક ડૉ.જે એન પટેલ, પ્રો. ઘનશ્યામભાઈ પરમાર, પ્રો. નિલેશભાઈ ગોહિલ તેમજ પ્રો. સુનિલભાઈ ભોયે સરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
