ટ્રેક્ટર ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી વિશનારામ ભાગીરથરામ બીશ્નોઇ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બોટાદ - At This Time

ટ્રેક્ટર ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી વિશનારામ ભાગીરથરામ બીશ્નોઇ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બોટાદ


(રિપોર્ટ અસરફ જાંગડ)
એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકીના સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ ગઢડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૧૮/૨૦૦૯ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબના મુજબના ગુન્હા કામે નાસતો ફરતો આરોપી વિશનારામ ભાગીરથરામ બીશ્નોઇ રહે.દાંતા પોસ્ટ. સરનાઉ તા.સાંચોર જી.જાલોર વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય જે આરોપી હાલ સાંચોર રાણીવાડા રોડ ચાર રસ્તા પાસે, રમેશ કોલોનીમાં રહેતો હોવાની બાતમી એ.એસ.આઇ. એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા હેડ.કોન્સ. બી.સી.ગોહીલ નાઓને મળતા બાતમી આધારે એન્ટી થેક્ટ સ્કોડના પો.સબ.ઇન્સ. આઇ.એસ.રબારી નાઓએ બોટાદ એલ.સી.બી. સ્ટાફ સાથે રાજસ્થાન સાંચોર ખાતે તપાસ કરતા આરોપી વિશનારામ ભાગીરથરામ બીશ્નોઇ રહે. રહે.દાંતા પોસ્ટ. સરનાઉ તા.સાચોર જી.જાલોર હાલ રહે. સાંચોર રાણીવાડા રોડ ચાર રસ્તા પાસે, રમેશ કોલોનીમાં વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
(રિપોર્ટ અસરફ જાંગડ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image