ઝાલોદના લીમડીમા કેમિકલ ભરેલ ટ્રકની ટક્કરેના કારણે પિતા-પુત્રીને ગંભીર ઇજાઓ/ ચાલક ફરાર* - At This Time

ઝાલોદના લીમડીમા કેમિકલ ભરેલ ટ્રકની ટક્કરેના કારણે પિતા-પુત્રીને ગંભીર ઇજાઓ/ ચાલક ફરાર*


*ઝાલોદના લીમડીમા કેમિકલ ભરેલ ટ્રકની ટક્કરેના કારણે પિતા-પુત્રીને ગંભીર ઇજાઓ/ ચાલક ફરાર*

ઝાલોદના સીમલીયા ગામે રહેતા અને હિરોલા સરકારી દવાખાનામા MPHW તરીકે ફરજ બજાવતા ૩૮ વર્ષીય શૈલેષભાઇ ભીમાભાઇ કિશોરી કે જેઓ ગત તા.૧૫/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ બાઇક ઉપર પોતાની ૧૭ વર્ષીય પુત્રી નામે નિલમબેન શૈલેષભાઇ કિશોરી સાથે બાઇક ઉપર પોતાના ઘરેથી સાંજે ઝાલોદ જઇ રહ્યા હતા તે દરમિયાન સાંઇ મંદિર લીમડીથી આગળ પસાર થતી વખતે ગફલતભરી રીતે આગળ પૂરઝડપે જતી કેમિકલ ભરેલ ટ્રકના ડ્રાઇવરે અચાનક બ્રેક મારી બાઇકને ટક્કર મારતા પિતા પુત્રી માર્ગ ઉપર પટકાયા હતા. ટ્રકનો ડ્રાઇવર અકસ્માત કરી તરત જ ભાગી છુટેલ છે.આ અકસ્માતમા શૈલેષભાઇ કિશોરીને હાથના ભાગે તથા પાછળ કમરના ભાગે ફ્રેક્ચરની ઇજા તથા નિલમ કિશોરીને માથાના ભાગે ગંભીર ઇજા થતા 108 બોલાવી પહેલા સરકારી દવાખાના ઝાલોદ ત્યારબાદ દાહોદ હોસ્પિટલ ખાતે તાત્કાલિક વધુ સારવાર અર્થે મોકલેલ છે.ઉક્ત બનાવની જાણ લીમડી પોલીસ સ્ટેશન તથા દાહોદ પોલીસ સ્ટેશન પણ કરેલી છે.લીમડી પોલીસે નુકસાન થયેલ બાઇક તેમજ ટ્રકની અટકાયત કરેલ છે.*

*વધુમા અકસ્માત કરનાર ટ્રક અંગે તપાસ કરતા ટ્રક પદમાવતી ટ્રાન્સપોર્ટ સુરતની માલૂમ પડેલ જેનો ટેલીફોનીક સંપર્ક કરતા ટ્રાન્સપોર્ટના મેનેજર નામે પુષ્પેન્દ્રસિહ ઠાકુર બોલો છુ અમારી આખા દેશમા ત્રણસો ટ્રકો-ગાડીઓ ચાલે છે.તમે અમારી સામે કશુ નહી કરી શકો તમારાથી થાય તેમ કરી લો એમ કહી ધમકી આપેલ છે.આ બાબતે દાહોદ જીલ્લાની પોલીસ સાથ આપે તેવુ અકસ્માતનો ભોગ બનનાર તેમજ તેના સગાવ્હાલાઓ ઇચ્છી રહ્યા છે.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.