સાબરકાંઠા હિંમતનગર સાબરડેરી નજીક કાબૂ ગુમાવતાં કાર મકાનના ગેટે અથડાઈ, ચાલકનું મોત - At This Time

સાબરકાંઠા હિંમતનગર સાબરડેરી નજીક કાબૂ ગુમાવતાં કાર મકાનના ગેટે અથડાઈ, ચાલકનું મોત


સાબરકાંઠા હિંમતનગર
સાબરડેરી નજીક કાબૂ ગુમાવતાં કાર મકાનના ગેટે અથડાઈ, ચાલકનું મોત
પરબડાના 27 વર્ષીય યુવકનું ગંભીર ઇજાઓથી મોત નીપજ્યું

સાબરડેરી પાસે કાબૂ ગુમાવતાં કાર મકાનના ગેટથી અથડાતાં- ચાલકનું મોત નીપજ્યું હતું.

હિંમતનગર સાબરડેરી પાસે રાત્રે ના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતાં અચાનક કાર રોડની સાઈડમાં આવેલા એક મકાનમાં ગેટ સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેને લઈ કારમાં

સવાર પરબડાના 27 વર્ષીય તોકીર ઝાકીરભાઈ મન્સૂરી નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું

સમગ્ર બનાવવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં પૂરેપાટ ઝડપે આવતી કાર બંદૂકની ગોળીની સ્પીડથી ગેટ સાથે ટકરાઇ હતી અને કારના આગળનો ભાગનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો
એડિટર ઝાકીર હુસેન મેમણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.