વિસાવદરના માંડાવડ ગામે આધુનિક સુવિધા વાળા કોર્ટ બિલ્ડીંગનું કામ ચાલુ કરવા રજૂઆત કરતા રિબડીયા - At This Time

વિસાવદરના માંડાવડ ગામે આધુનિક સુવિધા વાળા કોર્ટ બિલ્ડીંગનું કામ ચાલુ કરવા રજૂઆત કરતા રિબડીયા


વિસાવદરના માંડાવડ ગામે આધુનિક સુવિધા વાળા કોર્ટ બિલ્ડીંગનું કામ ચાલુ કરવા રજૂઆત કરતા રિબડીયા
.વિસાવદર-ભેસાણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતનેતા તથા હમેશા લોકપ્રશ્ને જાગૃત એવા હર્ષદભાઈ રિબડીયા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી,
કાયદા મંત્રીશ્રી,સચિવશ્રી,આર.એન્ડ બી ( સ્ટેટ) કાર્યપાલક ઇજનેરશ્રી આર એંડ બી ડિપાર્ટમેંટ(સ્ટેટ) વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,
વિસાવદર શહેર તથા તાલુકા અને ભેસાણ તથા મેંદરડા તાલુકાની એમ ત્રણ તાલુકાની કોર્ટ વિસાવદરમાં ચાલુ થયેલ છે આ ઉપરાંત વિસાવદર તથા ભેસાણ તાલુકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ વિસાવદર મુકામે આવેલ હોય અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરી આ અંગેની વહીવટી મંજૂરી પણ કાયદાવિભાગ દ્વારા આપી દેવામાં આવેલ છે ત્યારે ત્રણ તાલુકાની જનતાના હિતમાં સ્થાનિક લોકો અને સંસ્થાઓ દ્વારા અમોને માહિતી અને રજૂઆતો મળી છે કે,વિસાવદરમાં આશરે ૧૦૦ વર્ષ ઉપરાંતથી કોર્ટ આવેલ છે આ કોર્ટ બિલ્ડીંગ માટે પાર્કિંગની વ્યવસ્થા નથી અને બજેટમાં નવી કોર્ટ બિલ્ડીંગ બનાવવા માટેની ખર્ચની રકમની પણ જોગવાઈ પણ કરવામાં આવેલ હોય આ માટેના પ્લાન એસ્ટીમેન્ટ પણ તૈયાર કરી આલેખન વિભાગમાં મોકલવામાં આવેલ છે અને ૧૦ હજાર ચોરસ મીટર જગ્યા પણ ફાળવી આપવામાં આવેલ હોય અને તેનો કબજો પણ સોંપી આપવામાં આવેલ હોય અને પ્લાન નકશા તથા ડિઝાઇન તૈયાર કરી આલેખન વિભાગમાં મોકલવામાં આવેલ હોવાનું પણ અમારા ધ્યાનમાં આવેલ હોય લોકસભાની ચૂંટણીઓ ના કારણે આચારસંહિતા હોવાથી પ્લાન નકશા આજ દિન સુધી મંજુર કરવામાં આવેલ નથી તેમજ નવું બિલ્ડીંગ બનાવવા માટે આશરે ૧૦,૦૦૦ મીટરની જગ્યા માંડાવડ ગામે નવી બનેલ કલેકટર કચેરીના પશ્ચિમ બાજુએ સરકારી ખરાબાની જગ્યા છે ત્યાં ફાળવવામાં આવેલ હોય તે જગ્યાએ નવું કોર્ટ બિલ્ડીંગ બનવાથી પ્રજાને તથા પક્ષકારોને અનુકૂળતા રહે તેમ છે.તેથી આ જગ્યાએ તાત્કાલિક અસરથી પગલાં લઈ ટેન્ડર પ્રક્રિયા કરી નામદાર હાઇકોર્ટની સૂચના મુજબ કામ ચાલુ કરવા કરાવવા અમારી માંગ સાથે રજુઆત છે અમારી રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ આ રજુઆત લાગુ પડતા વિભાગમાં રજુ કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા અમારી માગણી સાથે રજુઆત છે અને આ બાબતે કાર્યવાહી કરી / કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા સરનામે મોકલી આપવા અરજ કરેલ હોવાનુ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.