ધંધુકામાં આરક્ષણ અંગે વર્ગીકરણ બાબતે પ્રાંતને આવેદનપત્ર અપાયું.
ધંધુકામાં આરક્ષણ અંગે વર્ગીકરણ બાબતે પ્રાંતને આવેદનપત્ર અપાયું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આજ રોજ એસ.સી/એસ.ટી સમાજના આરક્ષણ વર્ગીકરણ મુદ્દે સુપ્રિલ કોર્ટે આપેલ અલાયદી ચુકાદાને રદ કરવા બાબતનું પ્રાંત અધિકારી ધંધુકાને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 7 ન્યાયમૂર્તિની ખંડપીઠે 6:1ની બહુમતિથી ચુકાદો આપવામાં આવ્યો છે. જે અંતર્ગત એસ.સી/એસ.ટી કેટેગરીમાં નવી સબ કેટેગરી ઊભી કરીને અતિ પછાતોને અલાયદા ક્વોટા આપવામાં આવે. 1932માં જ્યારે આરક્ષણ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે તેવું નક્કી કરવામાં આવ્યું હતું કે એસ.સી/એસ.ટીને જે આરક્ષણ આપવામાં આવ્યું હતું તે એસ.સી/એસ.ટી સમાજની ગરીબાઈના લીધે આપવામાં આવ્યું ન હતું પરંતુ દરેક જગ્યાએ એસ.સી/એસ.ટી સમાજ ઉપર રાખવામા આવતી આભડછેટના લીધે આપવામાં આવ્યું હતું જેથી એસ.સી/એસ.ટી સમાજ સ્વમાની જીવન જીવી શકે અને જ્યાં સુધી જાતિવાદ ચાલુ રહે છે ત્યાં સુધી આરક્ષણ પણ ચાલુ રહે. આગેવાનોએ જણાવ્યુ હતું કે વર્ષોથી એસ.સી/એસ.ટી સમાજની સ્વતંત્રતા છીનવાઇ ગઈ હતી તે પાછી મળે અને સ્વમાનથી જીવન જીવી શકાય તે માટે આરક્ષણ આપવામાં આવ્યું હતું.જેમાં ભાગલા પાડી આરક્ષણની અવગણના ના કરી શકાય, વર્ગીકરણ ના કરી શકાય તેથી ધંધુકામાં સમગ્ર અનુસુચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારી વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી આ ચુકાદાને રદ કરવામાં આવે તેનો સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.