ઉપલેટામાં વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો: ઉપલેટા નગરપાલિકાની બાબતે આહીર સમાજની જાગૃતતાનો પત્ર વાયરલ થયો - At This Time

ઉપલેટામાં વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો: ઉપલેટા નગરપાલિકાની બાબતે આહીર સમાજની જાગૃતતાનો પત્ર વાયરલ થયો


પત્રમાં રંગા અને બીલા તરીકે સંબોધીને આહીર સમાજનો ઉપયોગ કરેલ હોવાની બાબતોનો ઉલ્લેખ

પત્રમાં જે જયચંદ નામનો ઉલ્લેખ કરવામાં આવે છે તે ખરેખર કોણ છે તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૦ માર્ચ ૨૦૨૫, ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણી તો પૂર્ણ થઈ છે પરંતુ ચૂંટણીના મતદાન પહેલા ચૂંટણીના મતદાન ભાગ અને હજુ પણ એક બાદ એક લેટર બોમ્બ ફૂટવાના શરૂ જોવા મળી રહ્યા છે જેમાં વધુ એક ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી બાદ નગરપાલિકાના પ્રમુખ પદ માટે આહીર સમાજને સ્થાન નહીં મળતા આહિર સમાજને જાગૃત કરતો એક લેટર બોમ્બ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં આહીર સમાજનો રંગ અને બિલ્લા નામના વ્યક્તિનો ઉલ્લેખ કરી ઉપયોગ કરવામાં આવ્યો હોવાની બાબતનો ઉલ્લેખ કરાયો છે.

આ લેટર બોંબની અંદર જણાવવામાં આવ્યું છે કે, સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે (રંગા(એમ) અને (બિલ્લા(આર) ની દયાથી ઉપલેટા નગરપાલિકા માંથી આહીર સમાજનું પત્તુ સાફ થય ગયું છે (રંગો અને બિલ્લો કોણ છે એ જાણવા માટે રાજકીય વ્યક્તિને પુછજો એટલે ખબર પડશે), જે રીતે આ ચૂંટણીની અંદર ભાજપના માત્ર કહેવાતા એવા બે નેતાઓ રંગા અને બિલ્લાની જોડીએ આહીર સમાજના વર્ચસ્વને ડામવામાં ખુબ સારી રીતે સફળતા મેળવી ઈ બદલ એમને ખુબ ખુબ અભિનંદન. ઉપલેટા અને એની આજુ બાજુમાં વસતા હર એક આહીરને નીચું જોવાનો વારો આવ્યો છે માત્ર આ રંગા બિલ્લાની દયાથી જ નહિ પરંતુ ઉપલેટા (ભાજપી આહીર સમાજના આગેવાનો) ની પણ કૃપા થી આજે એમની નબળાયના કારણે, એમના અંગત સ્વાર્થના કારણે, એમની અંગત લાલચના કારણે આજે ઉપલેટાની અંદર એક એક આહીરને નીચું જોવાનો વારો આવ્યો છે. સમાજના નામે પોતાના રાજકીય રોટલા રોકવા વાળા આ ભાજપી આહીર આગેવાનોને પુછજો કે તમારા સરદાર રંગો અને બિલ્લા જેમને મોટા કરવા માટે થયને તમે સંમેલનો કર્યા આખા સમાજને ભાજપ ના ખોડામાં બેસાડી દીધું શુ આ દિવસ બતાવા માટે થયને તમે આ રંગાનું સંમેલન કર્યું તું? આ સમાજના જયચંદો પોતાના સ્વાર્થ સિવાય કોઈના રંગાના થય શકે એમને સમાજની આબરૂ સાથે કોઈ લેવા દેવા નથી આ જયચંદો માત્ર કરી શકે તો એના સરદાર રંગા અને બિલ્લાની પગ ચંપી કરી શકે એની ખુસ્મત ખોરી કરી શકે અને રંગા અને બિલ્લાની નજરમાં ડાયા દીકરાની છબી રાખવા માટે થયુને સમાજની. આબરૂનો પણ સોદો કરી શકે. અત્યારે હરીફાઈ તો એ ચાલે છે કે રંગા અને બિલ્લાની નજરમાં કયો દીકરો વધારે ડાયો છે. સમાજે તમને મોટા કર્યા અને તમે સમાજ ની આબરૂ નો સોદો કરી આવ્યા, ૧૦ માંથી એકાધો કોક તો મર્દ નો દીકરો બોલ્યો હોત કે આ ખોટું થાય છે 'આ ૧૦ ધારત તો આહીર સમાજ નો પ્રમુખ ૧૦૦ ટકા બન્યો હોત પરંતુ એમના સરદારો નારાજના થય જાય એવો ડર હતો આહીર સમાજની સાથે અન્યાય થાય છે ચૂંટણીઓની અંદર ભાજપને સંપૂર્ણ ટેકો આપ્યો આહીર સમાજને નગરપાલિકામાં પ્રમુખ પદ સિવાય કોઈ પદ નથી જોતું અને જો પ્રમુખ પદ ના આપો તો રાજીનામુ આપીશુ ૧૦ માંથી એકાધો તો એવી હિમ્મત રાખીને બોલ્યો હોત તો આજે આહીર સમાજ પાસે નગરપાલિકા હોત, આ સમાજના જયચંદોને સમાજના અન્ય આગેવાનો દ્વારા અરીસો બતાવો ખુબ જરૂરી છે અન્યથા ભવિષ્યમાં કોઈ એના સરદારઓની ચમચા ગિરી કરીને અને એને ખુશ રાખીને પોતે નગરપાલિકાના પૈસાએ પોતાના બાંગ્લાઓ મોટા કરે પોતાની જમીનુંના હેઢા વધારે અને આ લોકોની વધતી જતી લાલચના કારણે આવા સંમેલનોના માધ્યમથી સમાજને ભાજપનું ગુલામ બનાવી દયે છે. ભવિષ્યમાં પૈસાથી પોતાના ઘર ભરવા માટે થયને સમાજને આવા સંમેલનો કરી ગુમરાહ ના કરે માટે આવા લોકોને જાકારો આપવો ખુબ જરૂરી છે. સમાજના હર એક વ્યક્તિ સુધી આ મેસેજ પોંચે એવી આપને બે હાથ જોડીને મારી વિનંતિ છે, જેથી કરીને ભવિષ્યમાં એક પણ આહીર સમાજનો રાજકીય વ્યક્તિ પંચના રૂપિયા ખાવા માટે થયને સમાજને કોઈક રંગા બિલ્લા જેવા વ્યક્તિઓ નો ગુલામ ના બનાવી દયે તેવો ઉલ્લેખ કર્યો છે અને અંતમાં બટેગે તો કટેગે લખાયું છે ત્યારે હાલ આ પત્રને લઈને ફરી વખત ચર્ચાનો વિષય સામે આવ્યો છે જેમાં આ પત્રની અંદર સમાજના એક જયચંદનો ઉલ્લેખ કરાયો છે તે કોણ છે તેને લઈને પણ ચર્ચા નો વધુ દોર શરૂ થયો છે.

અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image