પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિવસ અન્વયે બેઠક યોજાઇ - At This Time

પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિવસ અન્વયે બેઠક યોજાઇ


બોટાદના તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ સતાણીની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિવસ અન્વયે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી ૧૫ ઓગસ્ટના રોજ આયોજિત કાર્યક્રમ માટે સંલગ્ન અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ સતાણીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે બોટાદ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે જરૂરી કામગીરી વહેલાસર પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ શરૂ છે સાથોસાથ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અન્વયે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon