સાબરકાંઠામાં વતવારણમાં પલટો વાવાઝોડા સાથે વરસાદ ખેડબ્રહ્મા, ઇડર, વિજયનગર અને હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં - At This Time

સાબરકાંઠામાં વતવારણમાં પલટો વાવાઝોડા સાથે વરસાદ ખેડબ્રહ્મા, ઇડર, વિજયનગર અને હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં


સાબરકાંઠા જિલ્લામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખેડબ્રહ્મા, ઇડર, વિજયનગર અને હિંમતનગર આસપાસ વિસ્તારમાં વાવઝોડું ફૂંકાયું અને કરા સાથે વરસાદ પણ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહીને લઈને સોમવારે

બપોર બાદ અચાનક ભારે પવન સાથે વાવઝોડું

ફૂંકાયું હતું. ખેડબ્રહ્માના દામવાસ કંપા, લક્ષ્મીપુરા,

ઇડરના મોટા કોટડા, બોલુન્દ્રા સહિત આસપાસના

વિસ્તાર વિજયનગરના ગ્રામ્ય વિસ્તારમાં પવન

સાથે વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્માના લક્ષ્મીપુરમાં

કરા સાથે વરસાદ બાદ હિંમતનગરમાં અડધો

કલાક ભારે પવન સાથે વાવઝોડું ફૂંકાયું હતું.

જેને લઈને ધૂળની ડમરીઓ સાથેનું વાતાવરણ

થવાને લઈને વાહનચાલકોને વિજીબીલીટી ઓછી

થઈ હતી. જેથી વાહન ચલાવતા ભારે હાલાકી

ભોગવવી પડી હતી. બીજી તરફ વાવઝોડા

બાદ વરસાદ શરૂ થયો હતો. ત્યારે વરસાદ પણ

વાવઝોડા સાથે વરસી રહ્યો છે.

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.