સેમિનારમાં મહિલા જનપ્રતિનિધિના બદલે તેમના પતિદેવો ઉપસ્થિત રહ્યા!! - At This Time

સેમિનારમાં મહિલા જનપ્રતિનિધિના બદલે તેમના પતિદેવો ઉપસ્થિત રહ્યા!!


રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય સેન્સિટાઇઝેશન સેમિનાર યોજાયો

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે ચોમાસા દરમિયાન વધતા વાહકજન્ય રોગ પર નિયંત્રણ અંગે અને સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપતો જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહેવાનું હતું, પરંતુ જિલ્લા પંચાયતમાં સદસ્ય પત્નીના બદલે પડ્યા પાથર્યા રહેતા પતિદેવો આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.