ગૌધનની સારવાર અને તકેદારી-લમ્પી ચર્મ રોગ વાયરસ - At This Time

ગૌધનની સારવાર અને તકેદારી-લમ્પી ચર્મ રોગ વાયરસ


બોટાદ જિલ્લામાં લમ્પી વાયરસને નાથવા યુદ્ધના ધોરણે કામગીરી

બરવાળા તાલુકાના રેફડા, ખાંભડા, સાળંગપુર, ખમિદાના, વહિયા સહિતના ગામોમાં ગાયો-નંદીને રસીકરણની કામગીરી પૂરજોશમાં

બોટાદ જિલ્લામાં ગાય સંવર્ગના પશુઓમાં પ્રવર્તી રહેલા લમ્પી ચર્મ રોગ વાયરસના નિયંત્રણ માટે રાજય સરકારના અતિ સંવેદનશીલ અભિગમથી ખુબ જ અસરકારક કામગીરી થઈ રહી છે. આરોગ્ય વિભાગની ટીમ પશુધનને લમ્પી વાયરસ સુરક્ષિત કરવા માટે તેમજ પશુઓની સારવાર માટે રાતદિન અથાગ પ્રયત્નો કરી રહી છે. આ કાર્યમાં સરકારના સહયોગથી સામાજિક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિ મંડળો, સ્વયંસેવકો વગેરે જોડાઇને રોગગ્રસ્ત ગાયો અને નંદીઓની સેવા અને તકેદારી રાખી રહ્યા છે.બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકા પંથકમાં ડોક્ટર હિમાંશુ બી.જોષી, પશુચિકિત્સા અધિકારીશ્રીના સુપરવિઝનમાં પશુધન નિરીક્ષકશ્રી તરંગભાઈ પટેલની ટીમ દ્વારા ગાયોના રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બરવાળા તાલુકાના રેફડા, ખાંભડા, સાળંગપુર, ખમિદાના, વહિયા સહિતના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમે રસીકરણ હાથ ધર્યુ હતું. પશુચિકિત્સા અધિકારીશ્રી,બરવાળાએ જણાવ્યું હતું કે, લંપી રોગ સામે પશુઓને રક્ષિત કરવા સારવાર અને રસીકરણની કામગીરી સતત ચાલી રહી છે.બોટાદ જિલ્લાના ચારેય તાલુકામાં ડોકટરની ટીમ દ્વારા મોનીટરીંગ કરીને નિયમિત દવા અને સારવાર કરવામાં આવી રહી છે. ઉપરાંત ગાયોને માખી- મચ્છરોનો ત્રાસ ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.