મહિલાએ તરકટ રચ્યું સર ટી.ના ગાયનેકમાં ફરજ બજાવતી મહિલાએ તબિબને હનીટ્રેપમાં ફસાવી રૂ.5 લાખ માંગ્યા - At This Time

મહિલાએ તરકટ રચ્યું સર ટી.ના ગાયનેકમાં ફરજ બજાવતી મહિલાએ તબિબને હનીટ્રેપમાં ફસાવી રૂ.5 લાખ માંગ્યા


તબિબને વોટ્સએપમાં મેસેજ કરી પરિચય કેળવ્યા બાદ મહિલાએ તરકટ રચ્યું

ભાવનગર શહેરમાં રહેતા અને ખાનગી હોસ્પિટલ સાથે સંકળાયેલા તબિબને એક મહિલાએ હનીટ્રેપમાં ફસાવી, નગ્ન ફોટા વાયરલ કરી, પાંચ લાખ રૂપિયાની માંગણી કરતા તબીબે મહિલા વિરૂદ્ધ ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મહિલા આરોપી સર ટી.ના ગાયનેક વિભાગમાં નર્સિંગ તરીકે ફરજ બજાવતી હોવાનું જાણવા મળ્યું હતું.

ભાવનગર જિલ્લાના તળાજા-ગોપનાથ રોડ પર આવેલસદવિચાર હોસ્પિટલના એક તબિબ હનીટ્રેપનો શિકાર થતાંતબિબ સાથે સૌરાષ્ટ્ર સમાચારની ટીમ દ્વારા વાતચીત કરવામાં
આવી હતી.જે ભોગબનનાર તબિબે જણાવ્યું હતું કે

2014ની સાલમાં ગવુબેન ઉર્ફે ગૌરીબેન વલ્લભભાઇ ઢાપાતેમની સાથે ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજબજાવતી હતી જેથી હું તેને ઓળખતો હતો અને એકાદમાસ અગાઉ ગૌરીબેનનો મારા મોબાઇલમાં હાય હેલ્લોનો
મેસેજ આવેલ હતો જે મેં પણ તેનો જવાબ આપ્યો હતો

અને આઠ દિવસ બાદ મારા એક મિત્રનો મારા મોબાઇલમાંફોન આવેલ અને કહેલ કે, ગૌરીબેન તમને મળવા માંગે છેજેથી હું તેને મિત્રની હાજરીમાં ગૌરીબેનને મળવા ગયેલ

હતો.ત્યાર બાદ સતત ગૌરીના મને મેસેજ આવેલ હતા અને ગત તા. 27-10-24ના રોજ દિવાળીની રાત્રે મને મીઠાઇ આપવા માટે અધેવાડા પાસે બોલાવ્યો હતો અને ત્યાં મારી કારમાં અમે બંન્ને મળ્યા હતા જ્યાંથી ગૌરીએ કહેલ કે મારા પતિ ઘરે જ છે તમે મારા ફ્લેટમાં આવો તેમ કહી મને લઇ ગઇ હતી જ્યાં તેમના પતિ હાજર ન હોય તે દરમિયાન મને બેડરૂમમાં બોલાવી કોઇ સફેદ કેફી પીણું પીવરાવતા હું બેભાન જેવી અવસ્થામાં ચાલ્યો ગયો હતો જે બાદ ગૌરીએ મારા કપડાં ઉતારી નગ્ન ફોટા પાડી લીધા હતા અને બાદમાં હું ભાનમાં આવતા કપડાં પહેરીને હું ઘરે સુવા જતો રહ્યો હતો.

થોડા દિવસો બાદ મારી સાથે ફરજ બજાવતા તબીબના મોબાઇલમાં મારા નગ્ન ફોટા વાયરલ થયા હતા જે બાદ આ ગૌરીને ફોન કરી કહેલ કે, કેમ મારા નગ્ન ફોટા વાયરલ કર્યા છે તો ગૌરીએ કહેલ કે, તમારી પાસેથી પાંચ લાખ રૂપિયા લેવા છે અને તળાજાના કોઇ ડોક્ટર પાસે મેં આ ફોટા વાયરલ કરાવ્યા છે. આમ ખાનગી હોસ્પિટલના તબીબ હનીટ્રેપમાં ફસાયા હોવાનું જણાતા તબીબે મહિલા આરોપી ગવુબેન ઉર્ફે ગૌરીબેન વલ્લભભાઇ ઢાપા વિરૂદ્ધ ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ અપરણિત હોવાનું પોલીસને જણાવ્યું

ભોગબનનાર તબીબે વધુમાં જણાવ્યું હતું કે, ગૌરીબેન ઢાપા પહેલેથી જ પરણીત છે અને છ માસ અગાઉ તેમના છુટાછેડા થયા છે. પરંતુ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરતા આ ગૌરીબેને પોતે અપરણીત હોવાનું પોલીસનેજણાવ્યું હતું. મહિલાને કોર્ટમાં રજુ કરાઇ હતી

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image