ગીર સોમનાથ જિલ્લામાં જીઆઈડીસી વિસ્તારમાં વાયુ નિવારણ અને પ્રદૂષણ એક્ટ અન્વયે કડક કાર્યવાહી
ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ એકમો ફિશ એક્સપોર્ટ સાથે સંકળાયેલા છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ (શહેર) મામલતદારશ્રીની ટીમ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં વાયુ નિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ એક્ટ અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી.
વેરાવળ શહેર મામલતદાર અને જી.પી.સી.બી દ્વારા પ્રભાસ પાટણમાં આવેલા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પાણી નિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ એક્ટ અન્વયે વિવિધ એકમો પર આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.
જે અંતર્ગત વિન્સર વર્લ્ડ એક્સપોર્ટ, સોમનાથ મરીન એક્સપોર્ટ તથા પ્રેસ્ટીઝ મરીન ફૂડ્સને સીઝ કરવામાં આવ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
