ગઢડાના ખોપાળા ગામે નવજાત બાળકના સગાએ રસી મુકાવા બાબતે બોલાચાલી કરી ડોક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
ગઢડાના ખોપાળા ગામે નવજાત બાળકના સગાએ રસી મુકાવા બાબતે બોલાચાલી કરી ડોક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને નવજાત બાળકને રસી મુકાવવા આવેલા વ્યક્તિએ લાઈનમાં ઉભા રહેવાના મામલે ડોક્ટર સાથે બોલાચાલી કરીને મેડિકલ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપતાં મેડિકલ ઓફિસરે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ગઢડા પોલીસે મેડિકલ ઓફિસરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો. હર્ષ ભરતભાઈ ગાબાણીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પોતે ફરજ પર હતા ત્યારે નવજાત બાળકના સગા દ્વારા રસી મુકાવા બાબતે લાઈનમાં ઊભા રહેવું ન હોય એ અન્વયે ડો. હર્ષ ગાબાણીને અપશબ્દ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે ખોપાળા ગામના ભાવેશ માવાણી નામના ઈસમ સામે ઇપીકો કલમ 186, 504, 506(2) મુજબ ગુનો નોંધાવ્યો હતો. જે ફરિયાદના આધારે ગઢડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.