બાળક સહિત ઘરમાં ઘુસેલા ત્રણ શખ્સો માત્ર 16 મીનીટમાં ચોરીને અંજામ આપી નાસી છૂટ્યા - At This Time

બાળક સહિત ઘરમાં ઘુસેલા ત્રણ શખ્સો માત્ર 16 મીનીટમાં ચોરીને અંજામ આપી નાસી છૂટ્યા


ન્યુ રામેશ્વર સોસાયટી શેરીનં.06 બંધ શેરીમાં વરસતાં વરસાદમાં મોડી રાતે ત્રાટકેલા તસ્કરોએ નિંદ્રાધીન પરિવારને ખનક પણ ન આવે તેમ માત્ર 16 મીનીટમાં એક બાળક સહિત ત્રણ તસ્કરો સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.5.85 લાખના મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને સીસીટીવીમાં દેખાતાં તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટમાં ન્યુ રામેશ્ર્વર સોસાયટી શેરીનં.06 બંધ શેરી નાલંદા સ્કુલ પાસે વિરાટ નગર મેઇન રોડ પર રહેતાં દર્શનભાઇ ભાવેશભાઈ જાદવ (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ રોડ પર ખેતલાઆપ હોટલની બાજુમાં આવેલ વંદના ટ્રેકટરના શો-રૂમમાં મેનેજર તરીકે 7 વર્ષથી નોકરી કરે છે. ગઈ તા.25/07 ના તેમના પિતા ભાવેશભાઈ જાદવનું બીમારી સબબ અવસાન થયેલ છે. તેઓ પત્ની, માતા અને નાના ભાઈ સાથે રહે છે. તેમના ઘરમાં નીચે હોલ, રસોડુ અને ઉપરના માળે બે રૂમો આવેલ છે. ગઈ રાત્રીના અઢી વાગ્યાની આસપાસ ઘરમાં ઉપરના માળે રૂમમાં સુઇ ગયેલ હતો. ત્યારબાદ વહેલી સવારે 04-53 વાગ્યે તેમના નાનાભાઈ આકાશનો ફોન આવેલ અને નીચે આવવાનુ કહેલ જેથી તેઓ નીચે હોલમાં આવેલ ત્યારે તેમના પરિવારજનો હાજર હતાં અને નનાભાઈએ જણાવેલ કે, ગઇકાલ રાત્રીના સાડા અગીયારેક વાગ્યે તે મેઇન દરવાજાને તાળુ મારી મીત્રના ઘરે ગયેલ હતો અને ત્યાથી બધા મીત્રો જામનગર રોડ ઉપર આવેલ હોટલે ગયેલ અને ત્યાંથી સવારે 04-50 વાગ્યે ઘરે આવેલ ત્યારે મેઇન દરવાજા ઉપર જે તાળુ મારીને ગયેલ હતો તે તાળુ જોવામાં આવેલ ન હતું.
તેમજ આકળીયો બંધ હતો જે આકળીયો ખોલી અંદર આવેલ અને માતાને જગાડેલ અને તેને કહેલ કે, હુ મેઇન દરવાજે તાળુ મારીને ગયેલ હતો જે તાળુ મારેલ ન હતુ તેમ કહી બન્ને નીચે આવેલ અને ત્યારબાદ રસોડામાં જવાના દરવાજાને આકડીયો મારેલ હતો જે ખોલી અંદર ગયેલ અને રસોડામાં લાકડાના દરવાજાની અંદર રાખેલ લોખંડનો કબાટ ખોલી જોતા અંદર તીજોરીનુ ખાનુ તુટેલ હતું, જેથી ચોરી થયેલ હોય તેવુ લાગે છે તેમ વાત કરતાં બાદમાં પરીવારના સભ્યોએ નીચેના રસોડામાં લોખંડના કબાટમાં તીજોરીમાં જોતા તીજોરી તોડી અને પતરૂ વાળી દિધેલ હોય તેવુ જોવામાં આવેલ હતું. તીજોરીમાં જોતા પ્લાસ્ટીકની ડબ્બીઓમાં તેમજ પાકીટમાં રાખેલ સોનાની માળા રૂ.2 લાખ, સોનાનો ચેઇન રૂ.1.50 લાખ, એક વિંટી, ઓમ રૂ.35 હજાર, સોનાનો ચેઇન રૂ.67 હજાર, લેડીઝ વિંટી રૂ.21 હજાર, સોનાની બે કાનસર રૂ.56 હજાર, ચાંદીની પાયલ, સોનાના નાકના દાણા અને રોકડ રૂ.30 હજાર મળી કુલ રૂ.5.85 લાખનો મુદામાલ કોઈ અજાણ્યાં શખ્સો ઘરમાં ઘુસી ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
બાદમાં તેઓએ વ્હેલી સવારમાં બાજુમાં રહેતા પડોશી હીરલબેન કડીયાને ત્યા સીસીટીવી કેમેરા લગાડવેલ હોય તે કેમેરા ચેક કરતા મોડીરાતે 12-30 વાગ્યે એક બાઈક પર ત્રણ વ્યકિત આવે છે અને તુરંત જ શેરીના ખુણા પાસેથી પરત જતા જોવામાં આવેલ હતાં. એકાદ મીનીટી બાદ બાઈક રાખીને ચાલીને આવે છે અને ઘરના મેઇન દરવાજામાં સળીયા જેવુ કાઢી તોડી ત્રણ વ્યકિતઓમાંથી એક નાનો બાળક હોય તેવુ સામે આવ્યું હતું. બાદમાં 12-49 વાગ્યે ત્રણેય શખ્સો ઘર બહાર આવી નાસી છૂટતાં નજરે પડે છે. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીઆઈ એમ.એમ.સરવૈયા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.