રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી : સમિતિના સભ્ય શ્રી દક્ષેસ ઠાકર - At This Time

રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી : સમિતિના સભ્ય શ્રી દક્ષેસ ઠાકર


સમાન સિવિલ કોડ અમલીકરણ બાબતે ભરૂચ જિલ્લાવાસીઓના સૂચનો/મંતવ્યો લેવાયા

સમાન સિવિલ કોડના અમલીકરણપર સૂચનો અને મંતવ્યો રજૂ કરવા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠક

ભરૂચ – સોમવાર - ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ

(UCC) નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ રાજ્યમાં સમાન સિવિલ કોડનાં અમલીકરણ બાબતે સૂચનો/મંતવ્યો મેળવવાનાં ભાગરૂપે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ, ગુજરાતનાં સભ્ય શ્રી દક્ષેસ ઠાકર અને શ્રીમતી ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકના પ્રારંભે, સમાન સિવિલ કોડ સમિતિના સભ્યશ્રી ગીતા શ્રોફે ઉપસ્થિત સૌને આવકારી જણાવ્યું હતું કે, લગ્ન, ભરણ પોષણ, રજીસ્ટ્રેશન વગેરેની બાબતમાં સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરાશે.તેઓએ ઉપસ્થિત સૌને સ્પષ્ટ અભિપ્રાય આપવા અનુરોધ કર્યો હતો. નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે.

વધુમાં, સમિતિના સભ્યશ્રી દક્ષેસ ઠાકરે કહ્યું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. ત્યારે સમાન સિવિલ કોડને લઈ પોતાના સૂચનો/મંતવ્યો આપવા અંગે ગુજરાત સરકારના પોર્ટલની (https://uccgujarat.in) વિગતો આપી હતી.
આ બેઠકમાં ધાર્મિક સંસ્થાનાં વડાઓ, કોલેજનાં આચાર્યશ્રીઓ, કાયદાનાં નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, મહિલાઓના અધિકારો, વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

આ બેઠકમાં, ભરૂચ અને અંકલેશ્વર નગર પાલીકા પ્રમુખ, પ્રાંત અધિકારી ડીવાયએસપી સહીતના અધિકારીઓ, કાયદાનાં નિષ્ણાંતો, ધાર્મિક સંસ્થાનાં વડાઓ, કોલેજનાં આચાર્યશ્રીઓ, સામાજિક કાર્યકરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સોહેલ મન્સુરી, ભરૂચ


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image