સલાયા મરીન પોલીસ સ્ટેશનની મુલાકાત કરતા વિધાર્થીઓ. - At This Time

સલાયા મરીન પોલીસ સ્ટેશનની મુલાકાત કરતા વિધાર્થીઓ.


દ્વારકા જિલ્લા ના સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ સોસાયટીના ઊપક્રમે વિદ્યાર્થી ભાઈ બહેનો માટે કાર્યક્રમ યોજાયો.

સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સલાયા માધ્યમિક શાળાના વિદ્યાર્થી ભાઈઓ, બહેનોને પોલીસ સ્ટેશન માં લઇ જઇ અને પોલીસ દ્વારા થતી કામગીરી વિશે માહિતિ આપી હતી. જેમાં લોક અપ, ફરિયાદ વિભાગ, વાયરલેસ વિભાગ દેખાડવા માં આવ્યા હતા તેમજ જુદા જુદા હથિયારો કઈ રીતે ચલાવાય એ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ તમામ કાર્યક્રમ સલાયા પી.એસ.આઇ સીંગરખિયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવયો હતો. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને માહિતી સલાયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઓમદેવ સિંહ તેમજ નઝમાંબહેન દ્વારા આપવામાં આવી હતી. અને બાળકો ને એવું સમજાય કે પોલીસ લોકોની દોસ્ત છે લોકોના હિતમાં તે કામ કરે છે તે રીતે સમગ્ર પોલીસ સ્ટેશનથી બાળકોને વાકેફ કરવામાં આવ્યા હતા જેથી કરીને લોકો પોલીસ પ્રત્યે ની જે ડર ભરી દ્રષ્ટિ છે તે દૂર થાય અને પોલીસ પ્રત્યે મિત્રતા કેળવી જે કંઈ પણ તેમના પ્રશ્નો હોય ફરિયાદો હોય તે નિસ્ફિકર રીતે આરામથી પોલીસ સ્ટેશનમાં જઈ પોતાની રજૂઆત કરી શકે તેવું એક સુંદર વાતાવરણ ઊભું થાય તે માટેનો એક આ પ્રયત્ન સલાયા પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.