ભાવનગર રેલવે ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફે પ્રમાણિકતા દાખવી મુસાફરને રૂ.1 લાખની કિંમતનું હીરાનું લોકેટ પરત કર્યું
ભાવનગર રેલવે ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફે પ્રમાણિકતા દાખવી મુસાફરને રૂ.1 લાખની કિંમતનું હીરાનું લોકેટ પરત કર્યું વેસ્ટર્ન રેલવેનું ભાવનગર ડિવિઝન રેલવે મુસાફરોને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, 29 નવેમ્બર, 2024 (શુક્રવારે) ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ – વેરાવળ સુપરફાસ્ટને સવારે લગભગ 04.00 કલાકે જૂનાગઢ સ્ટેશનથી ઉપડ્યા બાદ, એક મહિલા મુસાફર ખૂબ જ ચિંતામાં જૂનાગઢ રેલ્વે સ્ટેશનના મુખ્ય ટિકિટ સંગ્રાહક કાર્યાલય પહોંચી અને ફરજ પરના શ્રી સંતોષ કુમાર (મુખ્ય ટિકિટ કલેક્ટર-જૂનાગઢ)ને જાણ કરી કે એક હીરાનું પેડલ લોકેટ ઉપરોક્ત ટ્રેનમાં પડી ગયું છે. તેણે લોકેટ શોધવામાં મદદ માટે અનુરોધ કર્યું. આ લોકેટની અંદાજિત કિંમત ₹1,00,000 (એક લાખ રૂપિયા) કરતાં વધુ હશે.ફરજ પરના શ્રી સંતોષ કુમાર (મુખ્ય ટિકિટ કલેક્ટર-જૂનાગઢ)એ સમગ્ર મામલો સાંભળ્યા પછી, તે ટ્રેનના કોચમાં કામ કરતા ટિકિટ ચેકિંગ સ્ટાફને શોધી કાઢ્યો. તેમનો સંપર્ક કરીને સંતોષ કુમારે સમગ્ર ઉપરોક્ત ઘટના જણાવી. ઉપરોક્ત ટ્રેનમાં ફરજ બજાવતા શ્રી નીરજ કુમાર (ટિકિટ નિરીક્ષક), યાત્રીનું સીટ પર ગયા અને જોયું કે સીટ પર હીરાનું પેડલ લોકેટ પડેલું છે, ટ્રેન વેરાવળ પહોંચવાની હતી. તેમણે શ્રી સંતોષ કુમાર (મુખ્ય ટિકિટ કલેક્ટર-જૂનાગઢ)નો સંપર્ક કર્યો અને લોકેટ શોધવા વિશે જાણ કરી. ત્યાર બાદ તેણે વેરાવળથી ચાલતી આગલી ટ્રેન દ્વારા લોકેટ જૂનાગઢ મોકલ્યું હતું. લોકેટ મળ્યા પછી, શ્રી સંતોષ કુમાર (CTC) એ પેસેન્જરનો સંપર્ક કર્યો અને તેને લોકેટ લેવા કહ્યું. માહિતી મળતાં જ મહિલા મુસાફરના પરિવારનો એક વ્યક્તિ સ્ટેશન પર આવ્યો, તેણે પોતાની ઓળખ જાહેર કરી અને લોકેટની માંગણી કરી. મહિલા મુસાફર પાસેથી ફોન પર પરવાનગી મેળવ્યા બાદ, હીરાનું પેડલ લોકેટ તે વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું. લોકેટ મળ્યા બાદ મહિલા મુસાફર અને તેના પરિવારના સભ્યોએ રેલવે પ્રશાસનનો આભાર માન્યો હતો. માહિતી મળતાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર અને અન્ય અધિકારીઓએ સંબંધિત કોમર્શિયલ કર્મચારીઓનીપ્રશંસાકરીહતી.માશૂકઅહમદવરિષ્ઠમંડલવાણિજ્યપ્રબંધકપશ્ચિમરેલવે‚ ભાવનગર મંડલની અખબાર યાદીમાં જણાવેલ હતું
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.