મતગણતરીના સ્થળ ખાતે તેની અંદર અને તેની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં મોબાઈલ,સેલ્યુલર ફોન વગેરે લઈ જવા પર પ્રતિબંધ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને લઈને પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માટે પંચમહાલ જિલ્લામાં ૧૮- પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગ માટે તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મતગણતરી સરકારી પોલીટેકનીક કોલેજ, છબનપુર, ગોધરા ખાતે થનાર છે. ચૂંટણી પંચ,નવી દિલ્હી દ્વારા બંધારણની કલમ-૩૨૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ મતગણતરી મથકની અંદર અને આજુબાજુના ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ, સેલ્યુલરફોન, પેજર, કોર્ડલેરસ ફોન અને વાયરલેસ સેટ/વોકી- ટોકી, લેપટોપ લઈ જવા અંગે પ્રતિબંધ મૂકવા જરૂરી આદેશો બહાર પાડેલ છે.
સબબ મુક્ત અને ન્યાયી રીતે ચુંટણી પ્રક્રિયા ગાલે અને સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે માટે મત ગણતરી મથકે મતગણતરીના દિવસે એટલે કે તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ મત ગણતરી શરૂ થાય અને મતગણતરીની કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા મત ગણતરી મથકની અંદર તથા તેની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોક-ટોકી, લેપટોપ સાથે પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા, સને.૧૯૭૩ના ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ ફરમાવે છે કે, તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ મત ગણતરી સ્થળ ખાતે તેની અંદર અને તેની આજુબાજુના ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યકિત મોબાઈલ, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકી-ટોકી, લેપટોપ સાથે લઈ જઈ શકશે નહિ અથવા તેનો ઉપયોગ કરી શકશે નહિ. આ આદેશનો ભંગ કરીને જો કોઈ વ્યક્તિ પાસે મોબાઈલ, સેલ્યુલર ફોન, પેજર, કોડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકી-ટોકી, લેપટોપ જેવા સાધનો મળી આવશે તો સ્થળ પરના સુરક્ષા અધિકારી આ સાધનો જપ્ત કરી શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ઇસમ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાના ભંગ કરનાર સામે ઈ.પી.કો.કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
આ હુકમના નિયંત્રણો મતગણતરી મથકના ફરજ ઉપરના ચૂંટણીપંચના નિરીક્ષકો તથા નિરીક્ષકોના લાયઝન અધિકારીશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી,અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા તેમના સ્ટાફના નાયબ મામલતદારશ્રીઓ, મત ગણતરીની ફરજ પરના મામલતદારશ્રીઓ તથા નાયબ મામલતદારશ્રીઓ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર અને તેની ઉપરની કક્ષાના ફરજ પરના અધિકારીશ્રીઓને લાગુ પડશે નહી.
બ્યુરોચીફ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.