ગુરુપૂર્ણિમા, વ્યાસપૂર્ણિમા, ગુરુ પૂજન નુ મહત્વ , ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત્ પરમ્ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ

ગુરુપૂર્ણિમા, વ્યાસપૂર્ણિમા, ગુરુ પૂજન નુ મહત્વ , ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત્ પરમ્ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃસંવત ૨૦૭૮ અષાઢ સુદ પુનમ ને બુધવાર તા ૧૩/૭/૨૦૨૨ ના દિવસે છે, હિન્દુ સંસ્કૃતિ અને શાસ્ત્રો મા ગુરુ ને ભગવાન થી ઊંચુ પદ આપવામાં આવ્યુ છે, ગુરુ કોણ?
જે અંધકાર થી અન્જવાળા તરફ લઈ જાય છે, જે સત્ય અને અસત્ય નો માર્ગ બતાવે છે ,
જે પાપ થી દૂર કરી પુણ્ય તરફ લઈ જાય છે, જે જીવન જીવવાની ની સાચી રીત બતાવે છે, જે સમાજ નુ પૂર્ણ જ્ઞાન આપે છે, દરેક મનુષ્ય ના પહેલા ગુરુ તેના માતા પિતા હોય છે, ત્યારબાદ જેણે દીક્ષા આપી તે, ગુરુ કે જેણે સત્ય સમજાવ્યું, પછી શિક્ષક, અધ્યાપક કે જેણે લખતા વાચતા ની સાથે સામાજિક જ્ઞાન ને સારુ પદ અપાવ્યું, અને બ્રાહ્મણ કે જેણે તમારા લગ્ન કરાવી તમને નવા જીવન ની શરૂઆત કરાવી,
ગુરુ ના ઋણ મા થી મુક્ત થઈ શકાતું નથી, પરંતુ આ દિવસે ગુરુ નુ પૂર્ણ પૂજન કરી એના આશીર્વાદ અવશ્ય લઈ શકાય છે,
હિન્દુ પંચાંગ પ્રમાણે આ દિવસ ને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ્ ઓળખવામાં આવે છે, શાસ્ત્રો અનુસાર, ભગવાન વિષ્ણુ ના અવતાર, વ્યાસજી નો આજે જન્મ થયો હતો, જેણે ઋગ્વેદ માથી ચાર વેદ ની રચના કરી, અને સાથે અઢાર પુરાણ ની પણ રચના કરી, આવનાર પેઢી આ અમૂલ્ય જ્ઞાન ને પ્રાપ્ત કરી શકે તેવી શુભ ઇચ્છા થી તેણે વેદો અને પુરાણો ને કંઠસ્થ માથી ગ્રંથસ્થ કર્યા, આથી તેને વેદવ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે,
આ દિવસે ગુરુ પૂજા નુ ખૂબજ મોટુ મહત્વ રહેલું છે, આ દરેક વ્યક્તિ ઓ એ ગુરુ પૂજન અવશ્ય કરવુ જોઈએ, કોઈ વ્યક્તિ ના કોઈ ને કોઈ રૂપ મા ગુરુ હોય જ છે, ગુરુ વગર નુ જીવન અશક્ય છે,
આ દિવસે ગુરુ ધારણ કરેલ હોય તો તે ગુરુ ના આશ્રમે જવુ, ત્યાં તેનું પૂજન કરવુ અથવા શિક્ષક અધ્યાપક કેવ બ્રાહ્મણ ના ઘરે જઈ તેમનું નુ પૂજન કરવુ જોઈએ, યથા શક્તિ ગુરુ દક્ષિણા અર્પણ કરવી જોઈએ.
ગુરુ દૂર હોય તો તેની પાદુકા અને તે ના હોય તો તેના ફોટા નુ પૂર્ણ પૂજન કરી શકાય, સાથે આ દિવસે ઉત્તર દિશા મા સફેદ વસ્ત્ર પાથરી તેમાં ગુરુ, વેદવ્યાસજી અને ભગવાન વિષ્ણુ નુ સ્મરણ કરી કંકુ કે ચંદન થી પાદુકા બનાવી, આરતી કરવી કેળાં મીઠાઈ નો ભોગ ધરવો, તેમજ તે પાદુકા નુ અબીલ ગુલાલ કંકુ પુષ્પ તથા ચંદન થી પૂર્ણ પૂજન કરવું,

લી નીતિનભાઈ રાવલ થોરખાણ

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »