બોટાદ નગરપાલિકા કક્ષાએ વિકસીત ભારત સંકલ્પ યાત્રા ભારત તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
બોટાદ નગરપાલિકા કક્ષાએ વિકસીત ભારત સંકલ્પ યાત્રા ભારત તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા સંકલ્પ યાત્રા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ બની રહ્યો છે,ત્યારે બોટાદ નગરપાલિકા કક્ષાનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપસ્થિતોએ પ્રધાનમંત્રીનો વિકસિત ભારતનો સંદેશ નિહાળ્યો હતો અને વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કાર્યશીલ રહેવા શપથ ગ્રહણ કર્યા હતા.તેમજ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીએ સાફલ્ય ગાથા વર્ણવી હતી કાર્યક્રમમાં શાળાની બાળકીઓએ સુંદર સ્વાગત ગીત તેમજ મતદાન જાગૃતિ ગીત રજૂ કર્યું હતું.સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો લોકોને એક જ સ્થળે મળી રહે તે માટે કાર્યક્રમ સ્થળ ખાતે બોટાદ નગરપાલિકા દ્વારા વિવિધ વિભાગોના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો મોટા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો બોટાદની શ્રી એમ.ડી.હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગોસ્વામી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ,જિલ્લાના અગ્રણીઓ,લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.