અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી ચોરી થયેલ મોટર સાયકલ બિનવારસી હાલતમાં મળી આવેલ મોટર સાયકલ મુળ માલીકને પરત આપ્યા બાબત - At This Time

અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી ચોરી થયેલ મોટર સાયકલ બિનવારસી હાલતમાં મળી આવેલ મોટર સાયકલ મુળ માલીકને પરત આપ્યા બાબત


અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી ચોરી થયેલ મોટર સાયકલ બિનવારસી હાલતમાં મળી આવેલ મોટર સાયકલ મુળ માલીકને પરત આપ્યા બાબત

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાંઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક એ. જી.ગોહીલ તથા ઇન્ચાર્જ પી.એસ.આઇ. "નેત્રમ" કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી એચ.એલ.પાથરનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪+૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ અમરેલી શહેરના જાગૃત નાગરીક જગદીશભાઇ કાનજીભાઇ
ગોહીલ રહે. હનુમાનપરા રોડ અમરેલીનાઓની જાગૃતાને કારણે પોતાના રહેણાંક વિસ્તારમાં બાવળની કાટમાંથી એક મોટર સાયકલ જેના રજીસ્ટર નંબર GJ-01-DM-1430 ની બિનવારસી હાલતમાં મળી આવેલ હોય સદરહું મોટર સાયકલ બાબતે અત્રે કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરતા ઉપરોકત મોટર સાયકલ ITMS CHALLAN માં મોટર સાયકલની ડીટેઇલ ચેક કરતા મહેશભાઇ રણછોડભાઈ ચાવડા રહે. અમરેલી ચક્કરગઢ વાળાની હોય, જેથી વાહન માલીકનો સંપર્ક કરતા વાહન માલીકે જણાવેલ કે, સદરહું મોટર સાયકલ તા.૨૨/૦૮/૨૦૨૪ ના રોજ મોટા બસ સ્ટેશનમાંથી રાત્રીના સમયે ચોરી થયેલ હતી, બાદ તા.૨૨/૦૮/૨૦૨૪ ના મોટા બસ સ્ટેશનના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા કોઇ ફળદાયક હકીકત મળેલ ન હોય જેથી વાહનના માલિક ખરાઇ કરી વાહન માલિક મહેશભાઇ રણછોડભાઇ ચાવડાને તેમનું મોટર સાયકલ નંબર GJ-01-DM-1430 નું વાહન માલિકને સહી સલામત સોપી આપેલ છે.

*આમ નેત્રમ “ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી પોલીસ સ્ટાફ દ્વારા અસરકારક કામગીરી કરી વાહન માલિકની ખરાઇ કરી વાહન કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાની મદદથી પરત કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.