*પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દેવગઢ બારીયા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો તમામ કચેરીઓમાં ૩૬૫ દિવસ સુધી સતત જનતાની સેવાના કાર્યો થવા જોઈએ-મંત્રી બચુભાઈ ખાબડ ના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ સહાયનું વિતરણ કરાયું* - At This Time

*પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દેવગઢ બારીયા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો તમામ કચેરીઓમાં ૩૬૫ દિવસ સુધી સતત જનતાની સેવાના કાર્યો થવા જોઈએ-મંત્રી બચુભાઈ ખાબડ ના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ સહાયનું વિતરણ કરાયું*


દાહોદ : રાજ્યના વહીવટમાં પારદર્શીતા આવે તેમજ લોકોના પ્રશ્નોનો સમયસર નિકાલ લાવી શકાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ દરમ્યાન સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ અને સહાય નાગરિકોને સ્થળ પરથી જ ઉપલબ્ધ થઇ રહે છે.

એ નિમિતે દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા તાલુકાના નગરપાલિકા કચેરી ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

દિપ પ્રાગટ્ય થકી શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમ દરમ્યાન મંત્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમમાં જેમાં જનતાના કાર્યો તાત્કાલિક થઇ જાય છે તેમાં સરકાર ની તમામ કચેરીઓમાં પોતાના પ્રશ્નો લઇને જતી જનતાના પ્રશ્નો પણ સેવા સેતુ જેમ કરવા જોઈએ. ૩૬૫ દિવસ સતત સેવા સેતુ થકી જનતાની સેવા કરવાની છે. સ્થળ પર જ જનતાના પ્રશ્નોના નિકાલ થઇ જાય તેવી તકેદારી તમામ અધિકારીઓ દ્વારા કરવામાં આવે તેમજ જનતાના પ્રશ્નોના નિકાલ ત્વરિત થઇ જાય એ માટે તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
વધુમાં એમણે ઉમેર્યું હતું કે, નગરના મોટા પ્રશ્નો માટે તો વહીવટી તંત્ર સતત કાર્યશીલ રહ્યું છે. પરંતુ જનતાના વ્યક્તિગત પ્રશ્નો માટે મળવાપાત્ર થતા લાભ આપવા આજે સરકાર ઘર આંગણે વ્યવસ્થા કરી આપી છે. તમામ નગરજનો સેવા સેતુ કાર્યક્રમમાંથી પોતાના તમામ પ્રશ્નોના નિકાલ કરીને તેમજ સહાય લઇને જ અહીંથી જાય તેમજ કોઈપણ નાગરિકનો પ્રશ્ન કે મળવાપાત્ર થતી સહાય અધૂરી રહી ન જાય તેવી તકેદારી રાખવા ઉપસ્થિત વિભાગના તમામ કર્મચારીઓને સૂચના આપી હતી.
કાર્યક્રમ દરમ્યાન આઈ. સી. ડી. એસ., આરોગ્ય, ખેતીવાડી, મહેસુલ વિભાગ દ્વારા પોતાના વિભાગ દ્વારા નાગરિકોને કઈ કઈ પ્રકારની યોજનાઓ અને સહાય મળવાપાત્ર છે તેની વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન મંત્રી ના વરદ હસ્તે સખી મંડળ, વૃદ્ધ પેંશન યોજના, ગંગા સ્વરૂપા યોજના, સ્વ - રોજગાર યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
સેવા સેતુના આ કાર્યક્રમ દરમ્યાન આવક જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ કરવું, કમી કરવું, નામ ધારો તથા ઈ - કે.વાય. સી.ની કામગીરી, આધારકાર્ડને લગતી કામગીરી, પી. એમ. જે. માં અરજી કરવી, બસ કનસેશન પાસ, નવીન વારસાઈ અરજી, નવા વીજ જોડાણ, બેન્કિંગ કામગીરી ઉપરાંત જેવી અનેક સરકારશ્રી દ્વારા અપાતી સેવાઓનો લાભ નાગરિકોને સ્થળ પર જ ઉપલબ્ધ થશે.
આ દરમ્યાન આરોગ્ય, આઈ. સી. ડી. એસ., ફોરેસ્ટ, આદિજાતિ, ખેતીવાડી, પુરવઠા, બેન્ક તેમજ ઈ-કે. વાય. સી., મહેસુલ વિભાગ સહિત અન્ય વિભાગના સ્ટોલ નાગરિકોને સ્થળ પર જ વિવિધ સહાય ઉપલબ્ધ થઇ રહે તે માટે ઊભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ નિમિતે મામલતદાર સમીર પટેલ, દેવગઢ બારીયા પી. આઈ. ચાવડા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, દેવગઢ બારીયા મહિલા મોરચાના પ્રમુખ, નગરપાલિકાના સદસ્ય ઓ, સામાજિક કાર્યકર નીલભાઈ સોની તેમજ કાઉન્સિલર ઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :- ઝેની શેખ


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.