બરવાળા તાલુકાના પોલારપુર ગામે “સ્વચ્છતા હી સેવા – 2024” અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાયા
સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા વિવિધ કાર્યક્રમો થકી દરેક ગામમાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે અલગ અલગ થીમ આધારિત લોકોને સ્વચ્છતા અંગે પ્રેરિત કરવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે ત્યારે “સ્વચ્છતા હી સેવા - 2024” અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા પખવાડીયું ઉજવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના પોલારપુર ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં "ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ કામગીરી" થીમ આધારિત શપથવિધિ, વૃક્ષારોપણ તેમજ સફાઈ કામગીરી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અને ગામને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તલાટી મંત્રી, સરપંચ , બરવાળા કોર્ટ સ્ટાફ, મેડિકલ વિભાગ તેમજ બરવાળા એસ.બી.એમ.ટી અને સમસ્ત ગ્રામજનો જોડાયા હતા
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.