ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૨ કિ.રૂ.૪૪,૮૦૦/-નાં મુદ્દામાલ સહિત કુલ રૂ.૨,૪૪,૮૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xcbw6hqngdsx3c32/" left="-10"]

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૨ કિ.રૂ.૪૪,૮૦૦/-નાં મુદ્દામાલ સહિત કુલ રૂ.૨,૪૪,૮૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા તરૂણભાઇ નોંદવાને સંયુકત રીતે માહિતી મળેલ કે, વાંગર વાડી વિસ્તારમાં એક આગળના ભાગે અંગ્રેજીમાં જય મોગલ લખેલ મેજીક ગાડીમાં ઇગ્લીશ દારૂ ભરીને રાખેલ છે. જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં વાહનમાંથી નીચે મુજબનાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ મળી આવેલ.તેઓ વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપી- ટાટા કંપનીની મેજીક ફોર વ્હીલ ગાડી નં. GJ-17-TT-4472નો ચાલક

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી ૭૫૦ ML ન્યુ દિલ્હી બનાવટની બોટલ નંગ-૧૧૨ કિ.રૂ.૪૪,૮૦૦/- 2. ટાટા કંપનીની મેજીક ગાડી રજી. નંબર-GJ-17-TT-4472 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૪૪,૮૦૦/-નો

મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,પી.આર. સરવૈયા તથા સ્ટાફનાં અશોકભાઇ ડાભી, ભદ્દેશભાઇ પંડયા, તરૂણભાઇ નાંદવા, મહેન્દ્રસિંહ સરવૈયા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]