પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણી
પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણી
ટ્રાફીક પોલીસ દ્વારા રીક્ષા ચાલકો, ટેક્ષી ચાલકો અને વાહન ચાલકોને પ્રાથમિક સારવાર અને સીપીઆર ની તાલીમ અપાઈ
ગોસા(ઘેડ) તા.૦૭/૦૧/૨૦૨૫
સમગ્ર દેશમાં ૧લી જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના ઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે.
માર્ગ અકસ્માત દરમ્યાન ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર કઈ રીતે આપીને જીવ બચાવવામાં ઉપયોગી બની શકીએ એવા ઉમદા હેતુ સાથે પોરબંદર સુદામા ચોક ખાતે રીક્ષા ચાલકો, ટેક્ષી ચાલકો અને અન્ય વાહન ચાલકોને પ્રાથમિક સારવાર અને સી પીઆરની તાલીમ આપવા માં આવી હતી.
આ તાલીમ મેળવેલા વાહન ચાલકો ગમે ત્યારે કોઈપણ ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી માર્ગ અકસ્માતના કિસ્સામાં મોતને ભેટતા અટકાવી શકે. આ તાલીમ કેમ્પમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી. પ્રાથમિક સારવાર અને સીપીઆરની તાલીમ માટે રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના ફેકલ્ટી અલ્પેશ ભાઈ નાંઢા અને રમેશભાઈ ગરેજા એ સેવા આપી હતી.
આ તાલીમ કેમ્પને સફળ બનાવવા ટ્રાફિક પી.એસ.આઈ. કે.બી.ચૌહાણ, પી.એસ.આઇ કે.એન.અઘેરા, હેડકોન્સ્ટેબલ પોપટભાઈ ગોરાણીયા, જેસીઆઈ પોરબંદર ના પ્રમુખ રાધેશ દાસાણી, બિરાજ કોટેચા, સમીર ધોયડા, પ્રતીક લાખાણી, અર્જુન કોટેચા, ધૈર્ય દતાણી અને ટ્રાફિક બ્રિગેડની ટીમે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.