વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશે અનેકવિધ ક્ષેત્રમાં વિકાસ સાધીને એક આગવી ઓળખ ઉભી કરી છે : રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા
આવનારા સમયમાં ગુજરાતને મોટું હુંડિયામણ મળશે જેનાથી લોકોને વધુ રોજગારી મળવાની સાથે આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મંત્રીશ્રી મોરડીયા
૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ બોટાદને મળી વિકાસકામોની ભેટ જિલ્લામાં કુલ રૂ.૧૧૫૦.૩૫ લાખના વિવિધ ૨૩ કામોનું ઈ-લોકાર્પણ અને રૂ.૨૨.૦૦ લાખના ૦૪ નવા કામોનું કરાયું ઇ-ખાતમુહૂર્ત
બોટાદના નાનજી દેશમુખ ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના વિવિધ કામોનાં લોકાર્પણ અને ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો
તા.૧૪ :- ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને આજે બોટાદના નાનજી દેશમુખ ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લાના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશે અનેકવિધ ક્ષેત્રમાં વિકાસ સાધીને એક આગવી ઓળખ ઉભી કરી છે. તે જ રીતે પ્રધાનમંત્રીશ્રીએ દેશના લોકોને વિના મૂલ્યે કોવિડ વેક્સીનેશન પુરી પાડીને આત્મનિર્ભરતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શહેરી વિસ્તાર સહિત ગ્રામીણ વિસ્તારોના લોકોને જનસુખાકારીની સાચી પ્રતિતી કરાવી હોવાનું જણાવ્યું હતું.
મંત્રીશ્રી મોરડીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, બોટાદમાં રોડ રસ્તા, વિજળી સહિત વિવિધ વિકાસલક્ષી કામો કરવામાં આવ્યાં છે પરંતુ લોકોને હજુ વધુ જન સુખાકારી મળી રહે અને લોકોને આરોગ્યક્ષેત્રે વધુ સુદઢ સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યાં છે જેના થકી બોટાદ શહેરીજનોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. આ સાથે જ આવનારા સમયમાં ગુજરાતને મોટું હુંડિયામણ મળશે જેનાથી લોકોને વધુ રોજગારી મળવાની સાથે આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ મંત્રીશ્રી મોરડીયાએ વ્યક્ત કર્યો હતો.
બોટાદ જિલ્લો ડાયમંડ ક્ષેત્રે દુનિયામાં ત્રીજું સ્થાન ધરાવતો હોવાથી મંત્રીશ્રીએ બોટાદ જિલ્લાની પ્રશંસા પણ કરી હતી. આ પ્રસંગે જિલ્લાના અગ્રણીશ્રી ભીખુભાઈ વાઘેલાએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.
મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાના વરદહસ્તે ગુજરાત સરકારની વિવિધ વિભાગોની યોજનાઓ હેઠળ વિકાસલક્ષી કામો જેમાં બોટાદ જિલ્લાના માર્ગ મકાન વિભાગ (પંચાયત) હસ્તકના રૂ.૫૧૮ લાખના કામ, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના રૂ.૬૦૦ લાખના કામ, બોટાદ નગરપાલિકાના વિવિધ કામ અનુક્રમે રૂ.૧૬.૪૫ અને રૂ.૧૫.૯૦ લાખના ખર્ચે થશે આ સહિત કુલ રૂ.૧૧૫૦.૩૫ લાખના વિવિધ ૨૩ કામોનું અને બોટાદ નગરપાલિકા હસ્તકની નવી આંગણવાડીના બાંધકામ અંતર્ગત રૂ.૨૨.૦૦ લાખના ૦૪ નવા કામોનું ઇ-લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભે બોટાદ પ્રાંત અધિકારીશ્રી સતાણીએ સહુને આવકાર્યા હતાં. જિલ્લા આયોજન અધિકારીશ્રી બી. કે. જોષીએ કાર્યક્રમની રૂપરેખા આપી અંતમાં આભાર દર્શન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી બી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, અધિક નિવાસી કલેકટરશ્રી મુકેશ પરમાર, શ્રી વનરાજસિંહ ડાભી, શ્રી ચંદુભાઈ સાવલિયા, જિલ્લાના અધિકારીશ્રીઓ-પદાધિકારીઓ સહિત બોટાદના શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.