વડવાળા મંદિર દુધઈ ધામમાં સમુહલગ્ન આયોજન અર્થે ચિંતન સભા યોજાઈ - At This Time

વડવાળા મંદિર દુધઈ ધામમાં સમુહલગ્ન આયોજન અર્થે ચિંતન સભા યોજાઈ


સાયલા ના ધાંધલપુર મુકામે શ્રી વડવાળા મંદિર દુધઈ ધામ પ્રેરિત અને ખિંટલા પાખોળ અને મેવાસા દોઢી આયોજિત રબારી સમાજ ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં બહોળી સંખ્યા માં સાયલા તાલુકામાંથી અને મેવાસા પરગણા માંથી સમાજના લોકો ઉપસ્થિત રહી વડવાળા મંદિર દુધઈધામ ના પૂજ્ય બાપુ શ્રી 1008 મેઘ મહામંડલેશ્વર રામબાલકદાસજી બાપુના આગામી સમયમાં આયોજિત સમૂહલગ્ન ના પ્રસ્તાવને સમાજ ના શ્રેષ્ઠીઓ દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો.તેમજકાર્યક્રમમાં આપા જાલા ની જગ્યા મેસરિયા ના મહંત બંસીદાસ બાપુ અને કોઠારિબાપુ મગનીરામબાપુ દ્વારા પ્રેરક માર્ગદર્શન આપી આશીર્વાદ આપવામાં આવ્યા.કાર્યક્રમને સફળ બનાવવા સમાજ ના આગેવાનો,યુવાનો અને વડીલોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.તેમજ કાર્યક્રમમાં ભાઈઓ,વડીલો,માતાઓ અને બહેનોએ ખુબજ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

રિપોર્ટર : ધર્મેન્દ્ર દવે
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.