ભરૂચના ભાડભૂત ખાતે ૭ ફૂટથી ઉંચી પ્રતિમાઓનું ક્રેનની મદદથી વહેલી સવાર સુધી ચાલ્યું વિસર્જન - At This Time

ભરૂચના ભાડભૂત ખાતે ૭ ફૂટથી ઉંચી પ્રતિમાઓનું ક્રેનની મદદથી વહેલી સવાર સુધી ચાલ્યું વિસર્જન


- મોડી રાત સુધી ભરૂચના શક્તિનાથ અને ઝાડેશ્વર રોડ શ્રીજીની શોભાયાત્રાઓથી ઉભરાયો- ભરૂચ શહેર અને જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન સંપન્ન થતાં પોલીસ અને તંત્રએ હાસ્કારો અનુભવ્યો - ભાડભૂત નર્મદા નદી અને દરિયાના સંગમ સ્થળે શ્રીજી વિસર્જન પર એસપી, આઈજી, ધારાસભ્ય સહિત પોલીસકર્મીઓએ મુલાકાત કરી

ભરૂચ જીલ્લામાં શ્રીજી વિસર્જનની પ્રકીયા મોડી રાત સુધી શોભાયાત્રાઓ જાહેર માર્ગો ઉપરથી પસાર થઈ હતી અને સતત વહેલી સવાર સુધી ભાડભૂત ખાતે પણ ૭ ફૂટથી ઉંચી પ્રતિમાઓનું વિસર્જન વહેલી સવાર સુધી ચાલ્યું હતું અને ત્રણ ક્રેનની મદદથી શ્રીજી નું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યો હતો અને ભાડભૂત ખાતે આઈ જી,એસપી સહિતના તંત્રએ પણ મુલાકાત કરી હતી.

ભરૂચ શહેર જીલ્લામાં શ્રીજીની શોભા યાત્રાઓ મોડી રાત સુધી ચાલી હતી અને શક્તિનાથ તથા ઝાડેશ્વર સહિતના અનેક જાહેર માર્ગો ઉપર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રાઓમાં માનવ મહેરામણ પણ ડીજેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે જૂની ઊક્યા હતા અને મન મૂકીને બાપાને વિદાય આપવામાં મગ્ન બન્યા હતા. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોડી રાત સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તેના જ રહ્યો હતો રાત્રિના બાર એક વાગ્યા સુધી શ્રીજીની શોભાયાત્રા ચાલી હતી.જેના કારણે શ્રીજી વિસર્જન પ્રક્રિયા પણ વહેલી સવાર સુધી યથાવત રહી હતી.

ભરૂચમાં ભાડભૂત દરિયા અને નર્મદાના સંગમ સ્થળ ઉપર ૭ ફૂટથી ઉંચી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આનંદ ચૌદસ સવારથી જ શ્રીજીની વિસર્જનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન કરવામાં આવે તેવા તમામ પ્રયાસો પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા સાથે ભાડભૂત ખાતે આઈજી સંદીપસિંગ તથા ભરૂચ એસપી મયુર ચાવડા, મામલતદાર માધુરી મિસ્ત્રી,એસડીએમ મનીષા મનાણી તથા તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝાટકણ સહિત પોલીસ કાફલો અને વહીવટી તંત્ર પણ ખડે પગે રહ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં મોડી રાત સુધી શ્રીજીની સવારીઓ ચાલી હતી અને જાહેર માર્ગો ઉપર શ્રીજી સાથે ભક્તોથી ઉભરાઈ ઊઠ્યા હતા જેના પગલે ભાડભૂત ખાતે વહેલી સવાર સુધી શ્રીજીની વિસર્જન પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી.

દરિયામાં ભરતીના પગલે મોડી રાત્રીએ શ્રીજી સાથે ભક્તો બેસી રહ્યા

દરિયા અને નર્મદા સંગમ સ્થળે મોડીરાત્રીએ દરિયાની ભરતી આવતી હોય છે.જેના કારણે શ્રીજીનું વિસર્જન કરી શકાતું નથી અને મોડી રાત્રેથી વહેલી સવાર સુધી ભક્તો શ્રીજી વિસર્જન માટે શ્રીજીની પ્રતિમાઓ સાથે જાગરણ કરી આખરે વહેલી સવાર સુધી શ્રીજીનું વિસર્જન કરી ધન્યતા અનુભવી હતી.

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.