અરવલ્લી જિલ્લામાં પોષણ ઉત્સવ -૨૦૨૪ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ.
ICDS અને મહિલા અને બાળ વિભાગના સંયુકત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ.
અરવલ્લી જિલ્લના મોડાસા ખાતે બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ICDS અને મહિલા અને બાળ વિભાગના સંયુકત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયાની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ -૨૦૨૪ અંતર્ગત ટેક હોમ રાશન, મિલેટ્સ અને સુપર ફૂડ (સળગવા) થી બનેલી પોષણયુક્ત વાનગીઓની સ્પર્ધા યોજાય.
આજના કાર્યક્રમમાં લોકોને મીલેટ અને સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ અપાતા બાળશક્તિ, પુર્ણાશક્તિ, માતૃશક્તિના પેકેટથી બનતી વિવિધ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. જે થકી તેઓ આ વાનગીઓ બનાવી ઘરે પણ પોષણયુક્ત આહાર મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કવ્વાલી, નાટક જેવા વિવિધ મનોરંજક પ્રસ્તુતિ દ્વારા લોકોને વિવિધ યોજનાઓ, ખોરાકના પોષણ અને માહિતી આપવામાં આવી.
ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓને કિશોરી મેળા, સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપતા સ્ટોલ પણ બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત જિલ્લામાં ઉમદા કામગીરી કરતી આંગણવાડી બહેનોને પ્રોત્સાહિત કરવા માતા યશોદા એવોર્ડ પણ આપવામાં આવ્યા.
આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિભાગ ચેરમેનશ્રી,જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેશ કુચારા, જિલ્લા આરોગ્ય અધિકારી જયેશભાઈ , પ્રોગ્રામ ઓફિસર ICDS શિલ્પાબેન ડામોર, સહાયક માહિતી નિયામકશ્રી નિધિબેન જયસ્વાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ, કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
