કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને HDFC બેન્ક દ્વારા બાલાસરમા સર્વાંગી ગ્રામ વિકાસ કાર્યક્રમના પ્રોજેક્ટ લોન્ચ યોજાયો. - At This Time

કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને HDFC બેન્ક દ્વારા બાલાસરમા સર્વાંગી ગ્રામ વિકાસ કાર્યક્રમના પ્રોજેક્ટ લોન્ચ યોજાયો.


કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને HDFC બેન્ક દ્વારા બાલાસરમા સર્વાંગી ગ્રામ વિકાસ કાર્યક્રમના પ્રોજેક્ટ લોન્ચ યોજાયો.

તારીખ 9 ઓગસ્ટ ૨૦૨૪, જગાજી દાદાજી મંદિર બાલાસર મુકામે કોહેઝન ફાઉંન્ડેસન ટ્રસ્ટ અને HDFC બેંક ના CSR કાર્યક્રમ હેઠળ ભચાઉ અને રાપર તાલુકાના કુલ ૧૭ સરહદી વિસ્તારના ગામોની પસદંગી સર્વાંગી વિકાસના કાર્યો માટે થયેલ છે જેના લોન્ચ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેથી સમુદાયો ,ગામના દરેક વ્યક્તિ , સરપંચો ,સરકારી વિભાગોને આ કાર્યક્રમની જાણકારી મળે અને દરેક ગામના આગેવાન, સરપંચ ,સમુદાયો અને સરકારી વિભાગો આ સર્વાંગી વિકાસના કાર્યક્રમને સારી રીતે પાર પાડવા પોતાનો સહયોગ આપી શકે.
કાર્યક્રમની શરૂઆતમા સ્વાગતગીત અને ઢોલ ના નાદ થી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવીયો. કોહેઝન ફાઉંન્ડેસન ટ્રસ્ટના દેવાયત આહિર દ્વારા મહેમાનોનું આવકાર અને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આવેલ મહેમાનોનું તુલસીના સોડ આપીને સન્માન કરવામાં આવેલ હતું.અને એક પર્યાવરણના સરક્ષણ નો સંદેશો આપવામાં આવ્યો. કોહેઝન ના પ્રોજેક્ટ કોર્ડીનેટર રાહુલભાઈ વસાવા દ્વારા આ કાર્યક્રમનો હેતુ જે સરહદી વિસ્તારના ૧૭ ગામોના આવતા ૩ વર્ષમાં સર્વાંગી વિકાસ જેમાં પાણી, બાગાયતી ખેતી,શિક્ષણ,આરોગ્ય અને બેનો ની આજીવિકા જેવા કામ્નોની વિસ્તૃત માહિતી આપવામાં આવી.
કોહેઝન સંસ્થા ના પ્રોગ્રામ ડાયરેકટર હિરલ દવે દ્વારા વાગડ વિસ્તારમાં સંસ્થા દ્વારા થયેલ કામો અને ૨૦૦૧ થી સંસ્થા કઈ રીતે નિરંતર આ વિસ્તારમાં સમુદાયોના વિકાસ માટે પ્રયત્નશીલ છે તેના પર વાત કરવામાં આવી. અને આવનારા સમયમાં આ વિસ્તારમાં વિકાસ માટે સમુદાય સાથે જોડવા અને બહેનો ને આગળ લાવવા વાત કરેલ.
HDFC બેંકના CSR મેનેજર રીકીતા સોલંકી દ્વારા CSR પરિવર્તન અને આ સરહદી વિસ્તારના ગામોની પસંદગી કેમ કરેલ અને આ ૧૭ ગામને મોડેલ બનાવી જેથી બીજા પંચાયતો પર પ્રોતશાહિત થાય અને બહેનો ને ખાસ આગળ લાવવા અપીલ કરી.
મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભૂપતદાન ગઢવી સાહેબ દ્વારા આ કાર્યક્રમને આવકારેલ તેમજ કેટલીક સરકારી યોજનાની માહિતી આપેલ અને તાલુકા પંચાયત દ્વારા થતા વિકાસ માટે ના પ્રયાસ ની વાત મુકેલ. તેમજ સંસ્થાને સાથ સહકાર આપવામાટે વાત કરી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય અતિથિ તરીકે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુપતદાન ગઢવી સાહેબ, વિસ્તરણ અધિકારીશ્રી નરેશભાઈ હડિયાદ, ખેતી વિસ્તરણ અધિકારીશ્રી ભરતભાઈ શ્રીમાળી, એચ.ડી.એફ.સી બેન્કના સી.એસ.આર મેનેજરશ્રી રિકીતાબેન, એચ.ડી.એફ.સી બેન્કના ભુજના ક્લસ્ટર હેડ શ્રી નીરવ ત્રિપાઠી , શ્રી પરેશ વ્યાસ- એચ.ડી.એફ.સી બેન્કના , કોહેજન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રોગ્રામ ડાઈરેકટર શ્રી હીરલબેન દવે, બાલાસર પીએસઆઇ શ્રી ચૌધરી સાહેબ, સીઆરસી શ્રી વાલાભાઇ અને શ્રી શૈલેષભાઈ,મેડિકલ ઓફિસરશ્રી બેલા- દિપીકાબેન , મેડિકલ ઓફિસરશ્રી ધોળાવીરા - વિભૂતિબેન, વ્રજધામ મહંત શ્રી રામદાસ બાપુ, ગ્રામ સ્વરાજ સંઘના પ્રતિનિધિ શ્રી- ધર્મેન્દ્રભાઈ પટેલ , સમર્થ ટ્રસ્ટ શ્રી આશિષભાઇ મહેતા,જિલ્લા સિંચાઈ વિભાગ ચેરમેનશ્રી - રૂપેશભાઈ છાંગા, તાલુકા અને જિલ્લા પંચાયત ના સભ્યોશ્રીઓ, 17 ગામના સરપંચશ્રીઓ અને આગેવાનો અને સમુદાયના ભાઈઓ અને બહેનો એમ કુલ ૨૦૦ જેટલી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન કોહેઝન સંસ્થાના શૈલેષ રબારી દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમની વ્યવસ્થા ગ્રામ ક્ક્ષાનાં સમુઉદાય પ્રેરકો દ્વારા કરવામાં આવી હતી અને અંતે આભારવિધિ કરી કાર્યક્રમનું સફળતાપુર્વક સમાપન કરવામાં આવ્યું.

રિપોર્ટર -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.