સ્વામીનારાયણ ગુરૂકુળ “અમૃત મહોત્સવ” માં માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ને “ધર્મજીવન અમૃત કુંભ” એવોર્ડ સન્માનપત્ર, મેડલ સવાણી શ્રી દેવકૃષ્ણદાસજી ના હસ્તે અર્પણ કરાયો
રાજકોટ સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે અમૃત મહોત્સવ માં બ્ર.પ.પૂ.સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી નિર્માણ થયેલ અને કાર્યરત એવી તદ્નન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી
૫.પુ. ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા સને ૧૯૪૮ માં સ્થાપિત અને હાલમાં દેશમાં ૫૧ જેટલી શાખાઓ ધરાવતા “શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ''-રાજકોટ સંસ્થા નાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં “અમૃત મહોત્સવ" અંતર્ગત ભારતમાં વિવિધક્ષેત્રમાં કાર્ય કરતી ૭૫ સેવાભાવી સંસ્થાઓને સન્માનિત કરવાનાં ભાગરૂપે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ - ટીંબી (જી.ભાવનગર) ને તા.૨૫.૧૨.ર૦રર નાં રોજ રાજકોટ મુકામે પ.પુ.ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી નાં હસ્તે “ધર્મજીવન અમૃત કુંભ એવોર્ડ', સન્માનપત્ર, મેડલ અને ખેસ અર્પણ કરીને હોસ્પિટલ પ્રતિનીધિ તરીકે પ્રમુખશ્રી-ધનસુખભાઈ દેવાણી અને મંત્રીશ્રી-બી.એલ.રાજપરા ને ભારત સરકારનાં કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભરતભાઈ બોઘરા તેમજ રાજકોટ ગુરૂકુળમાં અભ્યાસ કરીને વિવિધક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી સફળ થયેલ છે તેવા સેંકડો ભુતપૂર્વ વિધાર્થીઓ અને સમગ્ર દેશ-વિદેશમાંથી દસ હજાર થી વધુ આ સંસ્થા સાથે સંકળાયેલ હરીભકતો ઉપસ્થિતિ માં સન્માનિત કરવામાં આવ્યા હતા.શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલના સેવાકાર્યની નોંધ લઇને સન્માનિત કરવા બદલ પ.પુ.ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી અને વ્યવસ્થાપક સંતગણ તો હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે હદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.