વાવ ધારાસભ્યની મુલાકાત બાદ રાધાનેસડા ને પાણી મળ્યું, લાઈટની પ્રોસેસ શરૂ.
બનાસકાંઠા
વાવ તાલુકાનું રાધાનેસડા ગામ એટલે સરહદી વિસ્તારનું સૌથી પછાત ગામ જ્યાંના ખેડૂતોને ખેતી માટે કેનાલનું પાણી, લાઈટ તેમજ ઉનાળામાં પીવાના પાણીની પણ સમસ્યા રહેતી હોય છે, ગામલોકોને પાણી અને લાઇટની સમસ્યાઓનું નિરાકરણ આવે અને લાઈટ/પાણીની સુવિધા મળી રહે તે માટે ગઈકાલે વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે રાધાનેસડા ગામની અધિકારીઓ સાથે રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી અને જવાબદાર તંત્રને ગામલોકોને થતી સમસ્યાઓનું નિવારણ લાવવા સૂચન કરાયું હતું જેને લઈ તંત્રએ તાબડતોડ કેનાલમાં પાણી ચાલુ કરી છેક રાધાનેસડા સિમવિસ્તાર સુધી પાણી પહોંચતું કરવામાં આવ્યું હતું તેમજ લાઇટની સુવિધાઓ માટે પણ મામલતદારની એન.ઓ.સી જેવા સાધનિક કાગળો ની તૈયારી શરૂ કરી દેવાઈ છે અને ટૂંક સમયમાં આ વાવ તાલુકાના રાધાનેસડા ગામને પાણી તેમજ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.
જીતેન્દ્રસિંહ ઝાલા-બનાસકાંઠા
મો.૯૯૨૫૯૨૩૮૬૨
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.