રાજકોટમાં ‘તમે અમારા લક્કી કસ્ટમર, 23 હજારનું ઇનામ લાગ્યું છે’ કહી યુવકના ખાતામાંથી ભેજાબાજે રૂ. 3500 ઉપાડી લીધા - At This Time

રાજકોટમાં ‘તમે અમારા લક્કી કસ્ટમર, 23 હજારનું ઇનામ લાગ્યું છે’ કહી યુવકના ખાતામાંથી ભેજાબાજે રૂ. 3500 ઉપાડી લીધા


રાજકોટના પારડીમાં 100 વારીયા મકાનમાં રહેતા મૂળ કેશોદના જીગર મહેન્દ્રભાઇ બાવનજી સાથે ફોન પેના કર્મચારીની ઓળખ આપી તમે અમારા લક્કી કસ્ટમર છો. 23 હજારનું ઇનામ લાગ્યું છે તેમ કહી ભેજાબાજે રૂ.3500 ઉપાડી લીધા હતા. આ અંગે જીગરે પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાતામાંથી રૂપિયા ઉપાડી લેનાર શખસ ઝારખંડ રાજ્યમાં પકડાયો હતો. તેનું નામ બામનીદાસ હોવાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.