ભાજપ સરકારમાં લોકશાહી પુણઁ અને હિટલરશાહી શરુ કરાઇ છે: જગદીશ ઠાકોર.
ધ્રાંગધ્રા: રાજ્યમા મતદાનની તારીખો નજીક આવતા સભાઓ અને પ્રચારો જોરશોરથી શરુ કરાયા છે તેવામાં ધ્રાંગધ્રા બેઠક પર એક જ દિવસમાં ભાજપ તથા કોગ્રેસ એમ બંન્ને રાજકીય પક્ષોની એક બાદ એક જાહેર સભા યોજવામાં આવી હતી જેમા સવારના સમયે ધ્રાંગધ્રા હળવદ વિધાનસભામાં કોંગ્રેસ ના ઉમેદવાર છત્રસિહ ગુંજારીયા ઉફેઁ પપ્પુભાઇ ઠાકોરના સમઁથનમા ગુજરાત પ્રદેશ કોગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની જાહેર સભા નુ આયોજન કરાયુ હતુ આ જાહેર સભા દરમિયાન જગદીશભાઇ ઠાકોર દ્વારા જાપ સરકાર પર અનેક પ્રહાર કરી "લોકશાહી પુણઁ કરી હિટલરશાહી શરુ કરનાર સરકાર ગણાવી" જ્યારે કોંગ્રેસની જાહેર સભામાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા કાયઁકરોને શહેરના પ્રવેશદ્વાર પર પોલીસ દ્વારા રોકવામા આવતા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલ ગીતાબેન પટેલ દ્વારા જાહેર સભામાં જણાવ્યુ હતુ કે "પોલીસ સરકારના કહેવાથી આ પ્રકારનુ વલણ અપનાવવું ન જોઇએ અમારી સરકાર બનશે ત્યારે ધ્યાન રાખીશું" તેવી ચેતવણી પણ આપી હતી. આ તરફ કોગ્રેસના પ્રદેશ પ્રમુખની જાહેર સભા દરમિયાન મોટી સંખ્યામા સમઁથકો ઉમટી પડ્યા હતા આ જાહેર સભામા મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, ગીતાબેન પટેલ, ઉમેદવાર છત્રસિંહ ઠાકોર, ધ્રાંગધ્રાના ઉધોગપતિ જયેશભાઇ પટેલ, ગ્રામ્ય પ્રમુખ દિપકભાઇ પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
● કોંગ્રેસની સભામાં હાજરી આપવા આવતા કાયઁકરોને પોલીસે અટકાવ્યા.
" ધ્રાંગધ્રાના ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસની જાહેર સભામાં હાજરી આપવા માટે આવતા ગ્રામ્ય વિસ્તારના અનેક કાયઁકરોના વાહનોને અટકાવ્યા હતા જેને લઇ કોગ્રેસના કાયઁકરો શહેરના પ્રવેશ દ્વાર પર દોડી ગયા હતા અને અંતે રકઝક બાદ તમામ વાહનોને પોલીસે પ્રવેશ આપ્યો હતો."
● જાહેર સભા દરમિયાન વકીલ સહિત આશરે ૩૦ કાયઁકરો કોંગ્રેસમાં જોડાયા.
"કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સભા દરમિયાન ધ્રાંગધ્રાના વકીલ મંડળના હિરેનભાઇ ઉપાધ્યાય, એન.ડી.સોલંકી, ડી.ડી.ચાવડા તથા વોડઁ નંબર ૨ના પુવઁ સુધરાઇ સભ્ય સહિત ૩૦ કાયઁકરો કોંગ્રેસમાં જોડાયા હતા"
● કોગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ઠાકોર દ્વારા ખેડુતોના પ્રશ્ને ૩૦૦ના સ્ટેમ્પ પર બાહેધરી પત્રક આપ્યુ.
" ધ્રાંગધ્રા બેઠકના કોગ્રેસ ઉમેદવાર છત્રસિંહ ઠાકોર દ્વારા પોતે ખેડુતોમા સિંચાઇના પાણી સહિતના પ્રશ્ને લડત ચલાવશે અને વિધાનસભા સુધી ખેડુતોનો પ્રશ્ન પહોચાડવા સાથે જ સતત ખેડુતો માટે કાયઁસીલ રહેવા અથેઁ ૩૦૦ રુપિયાના સ્ટેમ્પ પર બાહેધરી પત્રક લખી આપી સભામાં જાહેર કયુઁ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.