સાયલા તાલુકા આઉટ સોર્સિંગ ઓપરેટર દ્વારા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું. - At This Time

સાયલા તાલુકા આઉટ સોર્સિંગ ઓપરેટર દ્વારા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું.


સાયલા તાલુકા આઉટ સોર્સિંગ ઓપરેટર દ્વારા મામલતદાર ને આવેદન આપતા જણાવેલ કે છેલ્લા ૫ થી ૧૦ વર્ષોથી કોમ્પ્યુટર ઓપરેટર તથા સેવક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા આઉટસોર્સિંગ , કરાર આઘારીત અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન કામ સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેટેગરી ના કાયમી કર્મચારીઓની જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે . - કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો મેડીકલ કવર ના લાભો , એલટીસી અને જીવન વીમાના લાભો આપવામાં આવે . - સરકારી કર્મચારીઓને મળતા GPF અને CPF ના લાભો આપવામાં આવે , તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવવામાં આવે અને તમામ લાભોની તેમા નોંધ લેવામાં આવે - જે કર્મચારીઓ ૫ વર્ષ કે તેથી વધુ સમયથી કામગીરી કરી રહ્યા છે તેમને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભો આપવામાં આવે .જેવી વિવિધ માંગણીઓ કરી હતી.
સાયલા ખાતે મામલતદાર ને આવેદન આપવા મુખ્ય કર્મચારી માં હસમુખભાઈ ચૌહાણ, મહમદભાઈ બાબી, જીતુભાઈ રાઠોડ, હબીબભાઈ બાબી, જાવેદભાઈ મમાણી, ફારૂકભાઈ બાબી, સોહીલભાઈ મમાની, રાજુભાઈ પરમાર, દિલીપભાઈ રાઠોડ, સતારભાઈ બાબી, અલ્પેશભાઈ મકવાણા, દિલીપભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.