દહેગામ ના હરખજીના મુવાડા, પાલુન્દ્રા પંથક મા રાત્રે ઉડતા ડ્રોન ના અવાજ થી ગ્રામજનો મા ફફડાટ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/x89ehdundu32xmka/" left="-10"]

દહેગામ ના હરખજીના મુવાડા, પાલુન્દ્રા પંથક મા રાત્રે ઉડતા ડ્રોન ના અવાજ થી ગ્રામજનો મા ફફડાટ.


દહેગામ ના પાલુન્દ્રા અને હરખજીના મુવાડા ગામ મા રાત્રે અચાનક ઉડતા ડ્રોન ના અવાજ થી ગામલોકો મા ફફડાટ મચી ગયો હતો.પાલુન્દ્રા ગામમાં ત્રણ જેટલાં ડ્રોન જોવા મળ્યા અને હરખજીના મુવાડા ગામમાં પણ પાંચેક ડ્રોન જોવા મળ્યા હોય તેવું સ્થાનિકો નુ કહેવું છે. આ અચાનક રાત્રે12 વાગ્યાં બાદ ઉડતા ડ્રોન ના અવાજ થી ગ્રામજનો મા ડર વ્યાપી જતા લોકો ના ટોળે ટોળાં ઘર ની બહાર નીકળી ગયા હતા અને તેમના જીવ અધ્ધર થઇ ગયા હતા.લોકો હાથિયાર લઈને ઘર ની બહાર નીકળી ગયા હતા. આ મામલે પોલીસ ને જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસ આવ્યા બાદ આ ડ્રોન ગાયબ થઇ જતા દહેગામ પોલીસ પણ બીજા દિવસે તપાસ કરવામાં આવી હતી પરંતુ આ રાત્રે ઉડતા ડ્રોન હતા કે બીજું કાંઈ હતું તે હજુ પોલીસ ચોક્કસ તારણ કાઢી શકી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]