બામણબોરના પત્રકાર બાબુભાઈ ડાભી ઉપર ખૂની હુમલો કરનાર આરોપીને કડકમાં કડક સજા કરવા પ્રાંત અધિકારીને ચોટીલાના પત્રકારોએ આપ્યું આવેદન
ચોટીલા નજીક આવેલા બામણબોર ગામના પત્રકાર બાબુભાઈ ડાભી ઉપર બામણબોર ગામમાં ચાલતા ખાનગી દવાખાનાના ડોકટરને રાજકોટના કહેવાતા પત્રકાર પ્રતીક ચંદારાણા એ ખોટી રીતે હેરાન કરતા હતા તે બાબતે બામણબોર ગામના લોકોને એકઠા કરીને પ્રતીક ચંદારાણા ને આ ડોકટરને હેરાન નહિ કરવા જણાવ્યું હતું એ બાબતનું મનદુઃખ રાખીને પોતાની જાતને પત્રકાર કહેતા તથા બુટલેગર અને જેના પર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અસંખ્ય જેટલા ગંભીર ગુન્હાઓ નોંધાઈ ચુક્યા છે એ પ્રતીક ચંદારાણા એ બાબુભાઈ ડાભી આગામી સમયમાં યોજાનાર સમૂહ લગ્નનું આમંત્રણ દેવા રાજકોટ પાસે કાળીપાટ ગયા હતા તે સમયે બાબુભાઈ ડાભી પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરીને હાથ તેમજ પગના ભાગે ફ્રેક્ચર કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે બાબતની ફરિયાદ પત્રકાર બાબુભાઈ એ આજી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી તે બાબતે આરોપી પ્રતીક ચંદારાણા વિરૂદ્ધ પોલીસે ભીનું સંકેલવાનું હોઈ તેમ ખોટી કલમો લગાડી આરોપીને તરત જામીન મળી જાય તે બાબતે પોલીસે આરોપીની તરફે નરમ વલણ દાખવ્યું હોઈ તેવી જાણકારી મળતાં આજ રોજ ચોટીલાના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા સહિતના તમામ પત્રકારોએ સાથે મળીને ચોટીલા પ્રાંત કચેરી ખાતે મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીને સંબોધીને ડેપ્યુટી કલેકટર કલ્પેશ શર્માને લેખિત આવેદન આપ્યું હતું જેમાં આરોપી પ્રતીક ચંદારાણા ને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.
અહેવાલ... પ્રતિકભાઈ પરમાર
8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.