અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલ પરિસ્થિતિના અનુસંધાને અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી અને આર.એ.સી. અધિકારી સાથે બેઠક કરી
રિપોર્ટર મંજુર ખણુસિયા હિંમતનગર
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલ પરિસ્થિતિના અનુસંધાને અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી અને આર.એ.સી. અધિકારી સાથે બેઠક કરી વરસાદના કારણે જિલ્લામાં સર્જાયેલ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી સાથે વરસાદ થી અસરગ્રસ્ત નાગરિકો ને તત્કાલિક ધોરણે સહાય કરવામાં આવે તેવી અપીલ કરી, ત્યાર બાદ મોડાસા ખાતે નગર પાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, ચીફ ઓફિસરશ્રી, પૂર્વ પ્રમુખ જલ્પાબેન ભાવસાર અને નાગરલાલિકા ના કોર્પોરેટરો સાથે બેઠક કરી શહેરી વિસ્તારમાં વરસાદ થી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભરાયેલ પાણીનો તત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે સૂચના આપી,
માલપુર તાલુકા ના વાવડી ગામે
કાચા મકાન ની દીવાલ ધરાશાયી થતાં દીવાલ નીચે પાંચ વર્ષીય બાળકી કિંજલબેન લાલાભાઈ ખાંટ દબાઈ જતા ઇજાગ્રસ્ત થતા દુઃખદ અવસાન થયું હતું તો રૂબરૂ તેમના નિવાસ સ્થાને જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંત્વના પાઠવી. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ને સૂચના આપી અને સત્વરે સર્વે કરી અને સહાયની ચુકવણી કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી.
સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા બેન ડામોર,
માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા, માલપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ ખાંટ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી શરદભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ હર્ષુ પંડ્યા, ઉપસ્થીત રહ્યા હતાં...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.