બોટાદ માંબે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા અંડરબ્રિઝમાં પાણી ભરાતા બેરીકેટ મુકી બંધ કરાયો, ગઢડામાં મકાનની દીવાલ ધરાસાઈ થઈ

બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સાળંગપુર રોડ પર આવેલ અંડરબ્રિઝમાં પાણી ભરાતા બેરીકેટ લગાવવા પડ્યા હતા. બોટાદમાં બે કલાકમાં ત્રણ ઈચ વરસાદ નોંધાયો હતો અને ગઢડામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ રાણપુર અને બરવાળામાં ઈચ વરસાદ પડયો છે. સિઝનનો સારો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે, તો રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાતા બેરીકેટ લગાવી અંડરબ્રિઝ બંધ કરી દેવામાં આવ્યો છે. ગઢડા શહેરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. વાહન ચાલકોના વાહન બંધ થતાં હેરાનગતિનો સમનો કરતા નજરે પડી રહ્યા હતા. ગઢડાના ખાટકીવાસ નજીક કુંભારશેરીમાં રહેણાંકી મકાનની દીવાલ ધરાસાઈ થતા ઘરવખરીના સામાનને નુકશાન થયું હતું. સદ્ નસીબે કોઈ જાનહાની થઈ નહોતી. તો સારો વરસાદ પડતાં ક્યાંય ખુશી તો ક્યાંક ગમ જોવા મળે છે.

Report, Nikunj Chauhan Botad 7575863232

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »