ગઢડા ની ભ્રષ્ટાચાર ભરેલી ભુગર્ભ ગટરકામ થી સમગ્ર ગામમાં ગંદકી ના ગંજ ખડકાયા રોગચાળા નો ભય
*ગઢડા ના ભુગર્ભ ગટરકામ ના ભ્રષ્ટાચારે ગંદકી થી ગામ ને લીધું બાનમાં*
*ભુગર્ભ ગટર કામ માં મોટો ભ્રષ્ટાચાર થયેલ તેની આજસુધી તટસ્થ તપાસ કરવામાં આવી નથી*
મુળી તાલુકાનાં ગઢડા ગામે ગતવર્ષે ભુગર્ભ ગટરકામ નું કામ ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી ની દેખરેખ હેઠળ શરૂ કરવામા આવેલ ત્યારે જ અધુરા કામો કરેલ જે તે સમયે ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી જેની તપાસ ચોટીલા તાલુકા વિકાસ અધિકારી ને સોપવામાં આવેલ પરંતુ કોઈ આગળ ની તપાસ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે હાલ વરસાદ ના પાણી આ અધુરા ગટરકામ થી સમગ્ર ગામમાં ફરી વળતા રોગચાળો ફેલાય તેવી દહેશત ગામલોકો કરી રહ્યા છે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી ને પણ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે ગામલોકો એ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે આ ભુગર્ભ ગટરકામ માં ભ્રષ્ટાચાર કરનાર ગઢડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી છે તેમની સામે કોઈ તપાસ કેમ થતી નથી ગામજનો એ એક વિડીયો વાયરલ કરી તંત્ર સામે સણસણતા સવાલો નો મારો ચલાવ્યો હતો જો આ ગંદકી દુર કરવામાં નહીં આવે તો સમગ્ર ગઢડા ગામ ને રોગચાળા ના ભરડા મા આવી જશે સાથે ઉગ્ર રજુઆત કરવામાં આવી છે તેમ કીશોરભાઈ સોળમીયા એ જણાવ્યું હતું
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.